Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ODI Series: ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેરાત, આ ખેલાડીની થઈ એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2023નો ખિતાબ ખૂબ જ શાનદાર રીતે જીત્યો. તેણે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરી દીધું. આ પછી 10 વિકેટે ફાઈનલ અને ટાઈટલ જીત્યું. હવે ભારતીય ટીમે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે શ્રેણી રમવા જઈ રહી...
09:28 PM Sep 18, 2023 IST | Hiren Dave

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2023નો ખિતાબ ખૂબ જ શાનદાર રીતે જીત્યો. તેણે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરી દીધું. આ પછી 10 વિકેટે ફાઈનલ અને ટાઈટલ જીત્યું. હવે ભારતીય ટીમે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે શ્રેણી રમવા જઈ રહી છે આ સીરીઝ બાદ ભારતીય ટીમે પોતાના ઘરે જ ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી ચૂક્યું છે. હવે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

 

પ્રથમ બે વનડે માટેની ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા , પ્રસિદ્ધ કૃષ્ણ , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.

 

22 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ પછી સિરીઝની છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.વનડે શ્રેણી બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપ રમશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર થશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

 

ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું સમયપત્રક

 

ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ભારત સામેની આ વન-ડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. 18 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન પેટ કમિન્સ સંભાળશે, જે ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. ટ્રેવિસ હેડને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વનડે દરમિયાન તેના ડાબા હાથમાં માથામાં ફ્રેક્ચર થયું હતું. હેડના સ્થાને ઓપનર મેથ્યુ શોર્ટને ટીમમાં જગ્યા મળી છે. ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્કની કાંગારુ ટીમમાં વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ પણ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા.

ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોની , ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા

 

આ  પણ  વાંચો-ASIA CUP FINAL : દિલદાર હોય તો સિરાજ જેવો, પોતાને મળેલી પ્રાઈઝ મની ગ્રાઉન્ડ સ્ટાફના નામે કરી…

 

 

Tags :
Cricket World Cup 2023IND vs AUS ODIIndia vs Australia 2023India vs Australia ODITeam India
Next Article