New captain : કોણ છે ભારતીય ફૂટબોલ ટીમના નવા કેપ્ટન ?
New captain : કેપ્ટન સુનીલ છેત્રીની નિવૃત્તિ બાદ ટીમના નવા કેપ્ટન(New captain)ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગ્યે નવા કેપ્ટન સાથે FIFA વર્લ્ડ કપ 2026ની ક્વોલિફાઇંગ મેચ રમશે. આ મેચ કતારના જસિમ બિન હમદ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને ઈતિહાસ રચી શકે છે. ભારતીય ટીમના નવા કેપ્ટન ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ નવો કેપ્ટન કોણ છે?
ભારતીય ટીમના કેપ્ટન કોણ બન્યા?
ભારતીય ટીમની કમાન ટીમના સૌથી અનુભવી ખેલાડીને સોંપવામાં આવી છે. આ ખેલાડી છે 32 વર્ષનો ગુરપ્રીત સિંહ સંધુ. ગુરપ્રીત અત્યાર સુધીમાં 71 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. પંજાબના મોહાલીમાં જન્મેલ ગુરપ્રીત ભારતીય ટીમનો વર્તમાન ગોલકીપર છે. ગુરપ્રીત 2010થી ભારતીય ટીમ માટે રમી રહ્યો છે. ગુરપ્રીતને 2019માં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતીય રમત જગતનો આ સૌથી મોટો એવોર્ડ છે. ભારતીય ટીમે 2023માં SAFF ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં કુવૈતને હરાવીને નવમી વખત ટાઈટલ જીત્યું હતું. ગુરપ્રીત સિંહ સંધુએ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુરપ્રીત 2019માં ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ચૂંટાયો હતો.
8 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમે છે
ગુરપ્રીતની માતા હરજીત કૌર ચંદીગઢ પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે. પિતા તેજિંદર સિંહ પંજાબમાં એસપીના પદ પર છે. ગુરપ્રીત 8 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમી રહ્યો છે. ગુરપ્રીતને 2019માં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તરફથી ગોલ્ડન ગ્લોવ્સ એવોર્ડ પણ મળ્યો છે.
સુનીલ છેત્રી નિવૃત્ત થયા છે
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી સુનીલ છેત્રીએ તાજેતરમાં નિવૃત્તિ લીધી છે. ટીમના કેપ્ટને તેની છેલ્લી મેચ 6 જૂને કતાર સામે રમી હતી. સુનિલ છેત્રીની આ છેલ્લી મેચ ગોલ રહિત ડ્રો રહી હતી. આ પછી, ટીમના ખેલાડીઓએ આંસુ ભરેલી આંખો સાથે તેમના સ્ટાર ખેલાડીને વિદાય આપી. સુનીલ છેત્રીએ તેની 19 વર્ષની કારકિર્દીમાં કુલ 151 મેચ રમી જેમાં તેણે 94 ગોલ કર્યા. સુનીલની નિવૃત્તિ બાદ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે.
શા માટે પ્રથમ મેચ મહત્વપૂર્ણ છે?
જો કેપ્ટન ગુરપ્રીત સિંહ સંધુના નેતૃત્વમાં કતાર સામેની આ મેચમાં ભારત જીતી જશે તો તે પ્રથમ વખત વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે. જો ભારત આ મેચ હારી જશે તો તે ત્રીજા તબક્કાના ક્વોલિફાયરમાંથી બહાર થઈ જશે. ભારત અત્યારે પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં કતાર પછી બીજા ક્રમે છે. આ સાથે જ અફઘાનિસ્તાન પાંચ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને કુવૈત ત્રણ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ગ્રુપની ટોચની બે ટીમો આગામી રાઉન્ડમાં પ્રવેશ કરશે. ભારતીય ટીમની વાત કરીએ તો ભારતે તેની છેલ્લી પાંચ મેચમાં 1 જીત અને 2 મેચ ડ્રો રમી છે. તે જ સમયે, ટીમને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે કતાર સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.
આ પણ વાંચો - IND vs PAK : વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાકના પૂર્વ ક્રિકેટરે હરભજનની માંગી માફી
આ પણ વાંચો - ક્રિકેટ જગતને લાગ્યો મોટો આંચકો, IND vs PAK મેચ બાદ આવ્યા આ ખરાબ સમાચાર
આ પણ વાંચો - IND VS PAK: પાકિસ્તાનની હાર બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો ખેલાડી, જુઓ VIDEO