Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LSG vs PBKS: લખનૌની 21 રને શાનદાર જીત, ડેબ્યૂડન્ટ મયંક 3 વિકેટ લીધી

LSG vs PBKS : શનિવારે પંજાબ કિંગ્સ (PBKS)અને લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 199...
lsg vs pbks  લખનૌની 21 રને શાનદાર જીત  ડેબ્યૂડન્ટ મયંક 3 વિકેટ લીધી

LSG vs PBKS : શનિવારે પંજાબ કિંગ્સ (PBKS)અને લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબ 5 વિકેટ ગુમાવી 178 રન બનાવી શક્યું હતુ. આ સાથે લખનૌની 21 રન જીત થઇ હતી.

Advertisement

મેચમાં પંજાબ કિંગ્સ સામે 200 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ 5 વિકેટ ગુમાવીને માત્ર 178 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. કેપ્ટન ધવને 50 બોલમાં સૌથી વધુ 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જોની બેયરસ્ટોએ 29 બોલમાં 42 રન બનાવ્યા હતા. બંનેએ 102 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.પરંતુ મિડલ ઓર્ડરમાં આખી વાત ખોટી પડી. ફાસ્ટ બોલર મયંક યાદવે 3 વિકેટ અને મોહસીન ખાને 2 વિકેટ લઈને પંજાબની ટીમની કમર તોડી નાખી અને લખનૌને મેચ જીતાડ્યું. સેમ કુરાન, પ્રભસિમરન સિંહ અને જીતેશ શર્મા જેવા આ બંનેની સામે કોઈ ટક્કર આપી શક્યું નહીં.

Advertisement

Advertisement

ડેકોક પછી પુરણ-પંડ્યા બેટ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમે સારી શરૂઆત કરી હતી અને 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં સૌથી વધુ 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આ મેચમાં કેપ્ટનશિપ કરી રહેલા નિકોલસ પુરને 21 બોલમાં 42 રન અને કૃણાલ પંડ્યાએ 22 બોલમાં 43 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કુરાને 3 અને અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.

રાહુલની જગ્યાએ નિકોલસે કેપ્ટનશીપ સંભાળી હતી

લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલ અનફિટ છે, તેથી તે આ મેચમાં કેપ્ટનશિપ કરી શક્યો નથી. તેમની જગ્યાએ નિકોલસ પુરને કમાન સંભાળી. પુરને કહ્યું હતું કે કેએલ રાહુલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરશે. આ પણ થયું. મેચમાં રાહુલે 9 બોલમાં 15 રન બનાવ્યા હતા.વર્તમાન સિઝનમાં શિખર ધવનની કેપ્ટનશીપવાળી પંજાબની ટીમની આ ત્રીજી અને લખનૌની ટીમની બીજી મેચ હતી. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ પ્રથમ મેચ હારી ગઈ હતી. હવે બીજી જીત થઈ ગઈ છે. જ્યારે પંજાબે 3માંથી એક મેચ જીતી અને 2માં હારનો સામનો કરવો પડ્યો.

લખનૌએ આ સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું હતું

પંજાબની ટીમે આ સિઝનની તેની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 4 વિકેટે જીતી હતી. જ્યારે બીજી મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, લખનૌની ટીમ તેની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે 20 રનથી હારી ગઈ હતી. હવે બીજી જીત થઈ ગઈ છે.

આ  પણ  વાંચો - IPL 2024 : ટ્રોલર્સના નિશાના પર હાર્દિક પંડ્યા, સપોર્ટમાં આવ્યા Sonu Sood

આ  પણ  વાંચો- RCB vs KKR : KKR એ RCB ને 7 વિકેટે હરાવ્યું, વિરાટ પર ભારે પડ્યો વેંકટેશ

Tags :
Advertisement

.