IPL 2024 commentators: IPL Commentary Box માં ફરી એકવાર નવજોત સિંહ સિદ્ધુની થઈ એન્ટ્રી
IPL 2024 commentators: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે આ સિઝન માટે Hindi અને English Commentary પેનલની જાહેરાત કરી છે. આપણે સૌ જાણીયે છીએ કે IPLની મેચમાં જેટલા ચોગ્ગા-છક્કાની જરૂર હોય છે, તેટલી જ જરૂર ઉત્સુકતા જગાડતી Commentary ની હોય છે.
- નવજોત સિંહ સિદ્ધુ IPLમાં Commentary કરશે
- હિન્દી ટીવી કોમેન્ટ્રી પેનલમાં જોડાયેલાના નામ
- આ સ્ટાર્સ અંગ્રેજી કોમેન્ટ્રીમાં જોવા મળશે
ત્યારે આ વર્ષે સુપ્રદ્ધિ અને પોતાની અનોખા અંદાજમાં commentator દ્વારા Commentary કરવા માટે નવજોત સિંહ સિદ્ધુ આવી રહ્યા છે. તે આશરે એક દાયકા બાદ Commentary કરવા માટે આવી રહ્યા છે. જોકે નવજોત સિંહ સિદ્ધુઓ 1999 થી 2014 સુધી ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરી હતી. જોકે તેમણે ક્રિકેટ છોડ્યા પછી કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. નવજોત સિંહ સિદ્ધુના જણાવ્યા અનુસાર IPL મેચમાં Commentary કરવા બદલ તેમને એક મેચના 25 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.
Navjot Singh Sidhu will be doing commentary for Star Sports in IPL 2024.
- The good old Sony days are back...!!! ⭐ pic.twitter.com/t1qPS5fVQy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
હિન્દી ટીવી કોમેન્ટ્રી પેનલમાં જોડાયેલાના નામ
નવજોત સિંહ સિદ્ધુ ઉપરાંત, હિન્દી કોમેન્ટ્રી પેનલમાં હરભજન સિંહ, ઈરફાન પઠાણ, સુનીલ ગાવસ્કર, સંજય માંજરેકર, વસીમ જાફર, ગુરકીરત માન, રવિ શાસ્ત્રી, ઈમરાન તાહિર, અંબાતી રાયડુ, વરુણ એરોન, મિતાલી રાજ, મોહમ્મદ કૈફ, ઉન્મુક્ત ચંદન, અરવિંદ ચંદુભાઈનો સમાવેશ થાય છે. જતીન સપ્રુ., દીપ દાસગુપ્તા, રજત ભાટિયા, વિવેક રાઝદાન, રમન પદ્મજીત. તમને જણાવી દઈએ કે હિન્દી સિવાય ગાવસ્કર, શાસ્ત્રી અને દીપ દાસગુપ્તા અંગ્રેજીમાં પણ Commentary કરશે.
આ સ્ટાર્સ અંગ્રેજી કોમેન્ટ્રીમાં જોવા મળશે
ઈંગ્લિશ કોમેન્ટ્રી પેનલમાં સ્ટીવ સ્મિથ, સ્ટુઅર્ટ બ્રોડ, સ્ટેઈન, જેક્સ કાલિસ, ટોમ મૂડી, હેડન, કેવિન પીટરસન, માઈકલ ક્લાર્ક, સંજય માંજરેકર, પોલ કોલિંગવૂડ, સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, રવિ શાસ્ત્રી, એરોન ફિન્ચ, ઈયાન બિશપ, નાઈટ, કેટિચ, મોરિસન, મોરિસ, બદ્રી, કેટી, ગ્રીમ સ્વાન, દીપ દાસગુપ્તા, હર્ષા ભોગલે, મબાંગવા, અંજુમ ચોપરા, મુરલી કાર્તિક, રમન, રોહન ગાવસ્કર, ગંગા, હોવર્ડ, જર્મનોસ અંગ્રેજીમાં Commentary કરશે.
આ પણ વાંચો: PSL 2024 : ડ્રેસિંગ રૂમમાં Smoking કરતા કેમેરામાં કેદ થયો આ ક્રિકેટર, જુઓ Video
આ પણ વાંચો: 16 વર્ષમાં પહેલીવાર RCB બની Champion, ટીમે ટ્રોફીની સાથે ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કર્યો કબ્જો
આ પણ વાંચો: WPL 2024 Final: RCB એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું, WPL 2024 માં દિલધડક RCB ની જીત