Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDvsENG Test Match: ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો

INDvsENG Test Match: આજરોજ ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં ભારત અને ઈંગ્લેન્ડ (INDvsENG) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ (Test Match) યોજાઈ હતી. ત્યારે આ મેચમાં ભારત દ્વારા શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવવામાં આવી છે. ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું ચોથી...
indvseng test match  ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો

INDvsENG Test Match: આજરોજ ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં ભારત અને ઈંગ્લેન્ડ (INDvsENG) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ (Test Match) યોજાઈ હતી. ત્યારે આ મેચમાં ભારત દ્વારા શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવવામાં આવી છે.

Advertisement

  • ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું
  • ચોથી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી
  • યશસ્વી જયસ્વાલે બેક ટુ બેક સેન્ચુરી ફટકારી
  • ભારતે ઈંગ્લેન્ડને 557 રનો ટાર્ગેટ આપેલો

ભારતે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું

આ મેચ (Test Match) ની શરૂઆતમાં ભારતની બેટિંગ (Batting) ની યોજાઈ હતી. ત્યારે આ યશસ્વી જયસ્વાલની શાનદાર બેવડી સદી (Century) બાદ બોલર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિનની મદદથી ભારતે રાજકોટ ટેસ્ટ (Rajkot Test Match) માં ઈંગ્લેન્ડને (England) 434 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા (India) એ ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડ (INDvsENG) ની ટીમને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ચોથી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી

ત્યારે ભારતની ટીમ (India Team) દ્વારા ઈંગ્લેન્ડ (England) ની ટીમને 122 રનમાં ઓલ આઉટ કરી દેવામાં આવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા (India Team) એ ટેસ્ટ ક્રિકેટ (Cricket) માં રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજકોટ ટેસ્ટ મેચ (Rajkot Test Match) ની ચોથી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવે પણ 2 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

યશસ્વી જયસ્વાલે બેક ટુ બેક સેન્ચુરી ફટકારી

ઈંગ્લેન્ડ (England) સામેની આ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલે બેક ટુ બેક સેન્ચુરી (Century) ફટકારીને મેદાન ધ્રુજાવી નાખ્યું હતું. યશસ્વીએ ટીમ ઈન્ડિયા (India Team) માટે બીજી ઈનિંગમાં 214 રનની જોરદાર ઈનિંગ રમી હતી. ત્રીજી ત્રણ મેચ (Test Match) માં 104 રન બનાવ્યા બાદ યશસ્વી રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ ચોથા દિવસે શુભમન ગિલના આઉટ થયા બાદ તે ફરીથી બેટિંગ કરવા આવ્યો હતો અને બેવડી સદી ફટકારી હતી.

ભારતે ઈંગ્લેન્ડને 557 રનો ટાર્ગેટ આપેલો

યશસ્વી સિવાય શુભમન ગિલ ટીમ ઈન્ડિયા (India Team) ની બીજી ઈનિંગમાં 91 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાને પણ 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ત્રણેય બેટ્સમેનોની જોરદાર રમતના કારણે રોહિત શર્માએ 4 વિકેટે 430 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે પ્રથમ દાવમાં મળેલી 126 રનની લીડના આધારે ભારતે ઈંગ્લેન્ડને 557 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: NIDJAM 2024 માં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીની વધુ એક દીકરીને મેડલ

Tags :
Advertisement

.