Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS T20 India Squad: ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝ માટે ભારતીય ટીમ થઈ જાહેર,જાણો કોને કોને મળ્યું સ્થાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 (India vs Australia T20 series 2023) શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની (Team India)જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav)...
ind vs aus t20 india squad   ઓસ્ટ્રેલિયા સામે t20 સીરિઝ માટે ભારતીય ટીમ થઈ જાહેર જાણો કોને કોને મળ્યું સ્થાન
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 (India vs Australia T20 series 2023) શ્રેણી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 03 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની (Team India)જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને (Ruturaj Gaikwad) વાઈસ કેપ્ટન (Vice Captain) બનાવાયો છે.

Advertisement

Advertisement

શ્રેયસ ઐયર છેલ્લી બે મચમાં ટીમ સાથે જોડાશે

શ્રેયસ ઐયર (Shreyas Iyer) છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સિરીઝમાં પાંચ T20 રમવાની છે. ઈજામાંથી સાજા થયેલા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઈ છે.

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર.

શેડ્યૂલ આ પ્રમાણે છે

પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ચોથી મેચ- 01 ડિસેમ્બર, શુક્રવાર વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રવિવાર રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની પણ જાહેરાત થઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયાની કપ્તાની મેથ્યુ વેડ કરશે.

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

આ  પણ  વાંચો -

Tags :
Advertisement

.

×