Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India vs Ireland: ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ, જાણો પિચ રિપોર્ટ

India and Ireland: ભારત અને આયર્લેન્ડ (India vs Ireland)વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ રમાવા જઇ રહી છે. આ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ(Nassau County International Cricket Stadium)માં રમાશે જે એક નવું સ્ટેડિયમ છે. અત્યાર સુધીમાં આ...
11:14 AM Jun 05, 2024 IST | Hiren Dave

India and Ireland: ભારત અને આયર્લેન્ડ (India vs Ireland)વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ રમાવા જઇ રહી છે. આ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ(Nassau County International Cricket Stadium)માં રમાશે જે એક નવું સ્ટેડિયમ છે. અત્યાર સુધીમાં આ સ્ટેડિયમમાં વધારે મેચ નથી રમાઈ. અને આ જ કારણોસર અહીંના મેદાનની પિચ કેવી રહે છે તેના વિશે કઈ કહેવું અઘરું બની જાય છે.

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રોપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે કે આ એક એવી પીચ છે જે અન્ય જગ્યાએ બનાવવામાં આવી હતી અને પછી સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી હતી. વાસ્તવમાં અહીંની પિચ માટે ઓસ્ટ્રેલિયાના એડિલેડની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પીચો પર સારો ઉછાળો જોવા મળે છે, જેના કારણે ત્યાંની માટીથી બનેલી નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચમાં પણ બાઉન્સ જોવા મળ્યો હતો. જેના કારણે બેટ્સમેનોને ઘણી મુશ્કેલી પડી હતી. આ સિવાય પિચ અને આઉટફિલ્ડ પણ ધીમી દેખાઈ હતી.

ફાસ્ટ બોલરની સાથે સ્પિનરને પણ મદદ મળી

ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમી હતી. જોકે ભારતીય બેટ્સમેનોએ સારી રમત દેખાડી હતી. પરંતુ આ પછી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ આફ્રિકન બોલરોએ 19.1 ઓવરમાં માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાએ 16.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. આ મેચમાં ફાસ્ટ બોલરની સાથે સ્પિનરને પણ મદદ મળી હતી.

ભારત અને આયર્લેન્ડની ટીમ

ભારતની ટીમની વાત કરવામાં આવે તો આ મેચમાં ભારતના રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સંજુ, સંજુ દુબઈ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આયર્લેન્ડની ટીમમાં પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, રોસ એડેર, બેરી મેકકાર્થી, માર્ક એડેર, જોશુઆ લિટલ, ક્રેગ યંગ, બેન્જામિન વ્હાઇટ, નીલ રોક, ગ્રેહામ હ્યુમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો - T20 WC 2024: ICCએ ઈનામી રકમની કરી જાહેરાત, વિજેતાને ટીમ મળશે આટલા કરોડ રૂપિયા

આ પણ  વાંચો - T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત

આ પણ  વાંચો - ગ્રાન્ડમાસ્ટર Praggnanandhaa એ વિશ્વના બીજા નંબરના ખેલાડીને આપી મ્હાત, Gautam Adani એ કરી પ્રશંસા…

Tags :
India vs IrelandInternational Cricket StadiumNEW YORKPitchplayedT20-World-Cup-2024
Next Article