IND vs SA Test Match: IND એ માત્ર દોઢ દિવસમાં કેપટાઉન ટેસ્ટ જીતી
IND vs SA Test Match: IND vs SA Test Match 03 જાન્યુઆરીએ શરૂ થયેલી 04 જાન્યુઆરીએ એટલે કે બીજા દિવસે જ બીજા સત્રમાં પૂરી થઈ. IND અને SA વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ બે દિવસ પહેલા સમાપ્ત થઈ ગઈ. તેનું મુખ્ય કારણ મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની ધુંઆદાર બોલિંગને કારણે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર બીજી ટેસ્ટમાં 7 વિકેટે હરાવ્યું હતું.
Rohit Sharma ની કેપ્ટન્સીવાળી Team India ને મેચ જીતવા માટે 79 રનનો ટાર્ગેટ હતો. આ ટાર્ગેટ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. IND માટે સિરાજે પ્રથમ દાવમાં 6 અને બુમરાહે બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. સમગ્ર મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો. પહેલા Indian ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી. પ્રથમ દાવમાં સિરાજે 6 વિકેટ લઈને આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારે સિરાજ સિવાય જસપ્રિત બુમરાહ અને મુકેશે 2-2 વિકેટ લીધી હતી.
That's a brilliant FIVE-WICKET HAUL for @Jaspritbumrah93 🔥🔥
His second at Newlands Cricket Ground and 9th overall.#SAvIND pic.twitter.com/Y6H4WKufoq
— BCCI (@BCCI) January 4, 2024
ત્યાર બાદ પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી Indian Team પહેલા જ દિવસે 153 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવમાં Indian team નો સ્કોર 153/4 હતો. જે માત્ર 11 બોલમાં 153/10 થઈ ગયો હતો. લુંગી એન્ડિગી અને કાગીસો રબાડાએ 11 બોલના ગાળામાં 5 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
બીજા દિવસે બુમરાહએ આફ્રિકાના બેટ્સમેનોને કર્યા સ્તબ્ધ
ત્યારબાદ બીજા દિવસે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે તબાહી મચાવી 6 વિકેટ ઝડપી SA ને 176 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બુમરાહ સિવાય મુકેશ કુમારે 2 અને સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.
India ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો
બીજા દાવમાં SA 176 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. IND ને 79 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ Rohit Sharma ની કેપ્ટનશીપ દરમિયાન 12 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. Team India એ બીજા દિવસના અંત પહેલા જીત મેળવી લીધી હતી.
આ પણ વાંચો: IND Vs SA 2nd Test : સિરાજ બાદ ‘બુમ બુમ’ બુમરાહનો કહેર, SA ની ટીમ માત્ર 176માં ઢેર