IND vs SA 3rd ODI : ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત, 3 ખેલાડી આઉટ, IPL સ્ટાર આ ખેલાડીએ વનડેમાં કર્યું ડેબ્યૂ
આજે ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે 3 મેચની વન ડે સીરિઝની અંતિમ મેચ (IND vs SA 3rd ODI) આજે પાર્લના બોલેંડ પાર્ક (Boland Park) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ઇનિંગની શરૂઆત ખરાબ રહી છે. બંને ઓપનર બેટ્સમેન રજત પાટીદાર અને સાંઇ સુદર્શન સહિત ત્રણ ખેલાડી પેવેલિયન ભેગા થયા છે. રજતે 16 બોલમાં 22 રન જ્યારે સાંઇએ 16 બોલમાં 10 રન જ બનાવ્યા છે. કેપ્ટન કે.એલ. રાહુલ પણ 21 રન બનાવીને આઉટ થયો છે.
આ સમાચાર લખાય ત્યાં સુધી સંજુ સેમસન (38*) અને તિલક વર્મા (1*) ક્રીઝ પર છે અને ભારતીય ટીમનો સ્કોર 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 102 રન થયો છે. આજની મેચમાં મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારનું ડેબ્યૂ થયું છે. જો કે, આજની મેચમાં તે કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. જણાવી દઈએ કે, બંને ટીમ માટે આજની મેચ ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે બંને ટીમે 1-1 મેચ જીતી છે. જે ટીમ આજે મેચ જીતશે તે સીરિઝ પર દાવો કરશે. આજની મેચ માટે ભારતીય ટીમે બે ફેરફાર કર્યા છે.
South Africa have opted to bowl in the decider against India 👀
Who will win the #SAvIND ODI series? 🤔 pic.twitter.com/ztdbvV92R7
— ICC (@ICC) December 21, 2023
રજત પાટીદારે વનડેમાં કર્યું ડેબ્યું
રજત પાટીદારની વાત કરીએ તો ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કરનારો તે 256મો ખેલાડી બન્યો છે. રજત પહેલા રિંકૂ સિંહે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. 30 વર્ષીય રજત પાટીદાર ઘરેલું સ્તર પર મધ્યપ્રદેશ માટે રમે છે. તેનો જન્મ ઇન્દોરમાં થયો હતો. રજતે લિસ્ટ એ માં 57 મેચમાં 1900થી વધુ રન ફટકાર્યા છે. જ્યારે આઈપીએલમાં રજતે કુલ 12 મેચમાં 144ની સ્ટ્રાઇક રેટથી 404 રન બનાવ્યા છે. આઈપીએલમાં રજત આરસીબી (RCB) માટે રમે છે. વર્ષ 2022માં રજતે આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે તેને ઇન્ડિયાની વનડે ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - હાર્દિકના ગયા બાદ પહેલીવાર આશિષ નેહરાએ તોડી ચુપ્પી,જાણો શું કહ્યું