Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs RSA Test Series : હારનો બદલો લેવા હવે ભારતીય ટીમમાં આ ઘાતક બોલરની એન્ટ્રી!

સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, BCCIએ ભારતીય ટીમમાં હવે ફાસ્ટ બોલર આવેશ ખાનને તક આપી છે. મળતી માહિતી મુજબ, ભારતીય ટીમમાં હવે જમણા હાથના ફાસ્ટ બોલર...
ind vs rsa test series   હારનો બદલો લેવા હવે ભારતીય ટીમમાં આ ઘાતક બોલરની એન્ટ્રી

સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, BCCIએ ભારતીય ટીમમાં હવે ફાસ્ટ બોલર આવેશ ખાનને તક આપી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, ભારતીય ટીમમાં હવે જમણા હાથના ફાસ્ટ બોલર અવેશ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. અવેશ ખાને તાજેતરમાં સમાપ્ત થયેલી ODI શ્રેણીમાં 6 વિકેટ લઈને પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. જોકે, આવેશ ખાને અત્યાર સુધી ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. તેને ભારત માટે 8 વનડે અને 19 ટી20 મેચ રમ્યા છે. તેના નામે 22.65ની એવરેજથી 149 ફર્સ્ટ ક્લાસ વિકેટ છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ કેપટાઉનમાં 3-7 જાન્યુઆરી, 2024 દરમિયાન રમાશે.

Advertisement

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શરમજનક હાર

જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને સંઘર્ષ કરવો પડ્યો હતો અને એક ઇનિંગ્સ અને 32 રનેથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના બેટ્સમેનોએ પ્રથમ દાવમાં ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી અને પરંતુ ત્યાર પછી સાઉથ આફ્રિકાએ 163 રનની લીડ મેળવી હતી. ડીન એલ્ગરે શાનદાર 185 રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ રબાડા અને બર્ગરે ઘાતક બોલિંગ કરી ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - આ પૂર્વ ક્રિકેટર તો ઠગ નીકળ્યો! હોટેલ તાજ સાથે 5 લાખ અને રિષભ પંત સાથે કરી 1.6 કરોડની ઠગાઈ

Advertisement

.