ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND VS PAK: પાકિસ્તાનની હાર બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો ખેલાડી, જુઓ VIDEO

IND VS PAK: ભારતીય ટીમે (INDIAN TEAM)રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર...
11:18 AM Jun 10, 2024 IST | Hiren Dave

IND VS PAK: ભારતીય ટીમે (INDIAN TEAM)રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો એક સ્ટાર ખેલાડી ભાવુક થઈ ગયો હતો.

નસીમ શાહ ભાવુક થયો

ભારત સામેની મેચમાં પાકિસ્તાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહે સંભાળી હતી. તેણે પહેલા જ બોલ પર ઈમાદ વસીમને આઉટ કર્યો હતો. આ પછી પાકિસ્તાની ટીમને છેલ્લા પાંચ બોલમાં 18 રન બનાવવા પડ્યા હતા. ત્યારે નસીમ શાહ (NASEEM SHAH)અર્શદીપની સામ-સામે હતા. પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો. મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાં આંસુ હતા. તેના ચહેરા પર નિરાશાની લાગણી સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. આ પછી શાહીન આફ્રિદીએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને મેદાનની બહાર લઈ ગયો. જ્યારે સપોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને આશ્વસન આપતા હતા. નસીમ શાહનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલરોએ રંગ રાખ્યો

રિષભ પંત સિવાય કોઈ પણ ખેલાડી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ટીમ માટે 42 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. આ પછી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાની બેટ્સમેનોને મોટા શોટ રમવા દીધા ન હતા. આ મેચમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

NASEEM SHAH

120 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો

ભારતે પાકિસ્તાન સામે આપેલા 120 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રથમ વખત આટલા ઓછા રનના લક્ષ્યનો બચાવ કર્યો છે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે. પાકિસ્તાની ટીમ માત્ર એકમાં જ વિજય નોંધાવવામાં સફળ રહી છે.

આ પણ  વાંચો - Hardik Pandya પાકિસ્તાન સામે ચમક્યો, આ રેકોર્ડ પોતાના નામે કર્યો

આ પણ  વાંચો - IND VS PAK MATCH: ઇતિહાસનું થયું પુનરાવર્તન, ફરી એકવાર ભારતે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો

આ પણ  વાંચો - AUSvENG : ઓસ્ટ્રેલિયાની 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે જીત, પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચ્યું

Tags :
CricketIND vs PAKindian teamNaseem Shahnaseem shah emotionalrohit sharmaSportsT20-World-Cup-2024Video Viral
Next Article