Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs ENG : મોહમ્મદ શમી અને ઈશાન કિશન ટેસ્ટ ટીમમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

IND vs ENG: BCCI એ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 25 જાન્યુઆરીથી શરુ થનારી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટેની શરુઆતની બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમમાં અનકેપ્ડ યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને જગ્યા મળી છે....
ind vs eng   મોહમ્મદ શમી અને ઈશાન કિશન ટેસ્ટ ટીમમાંથી બહાર  આ ખેલાડીને મળી તક

IND vs ENG: BCCI એ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 25 જાન્યુઆરીથી શરુ થનારી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટેની શરુઆતની બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમમાં અનકેપ્ડ યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને જગ્યા મળી છે. ભારતે પહેલી બે મેચ માટે ત્રણ વિકેટકીપર બેટ્સમેનને જગ્યા આપી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં ઈશાન કિશને બહાર થવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે બાદથી તે ટીમમાંથી બહાર જ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સીરીઝ પછી હવે તેમણે ઈંગ્લેન્ડ સામેની શરુઆતની બે મેચમાં પણ જગ્યા નથી મળી. કોચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન વિરુદ્ધની સીરીઝ પહેલા કહ્યું હતું કે- ઈશાન કિશનને ટીમમાં જગ્યા બનાવવા માટે ઘરેલૂ ક્રિકેટ રમવું પડશે.

Advertisement

ઈંગ્લેન્ડ ( IND vs ENG)સામેની પહેલી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે, જેની પહેલી મેચ 25 જાન્યુઆરી 2024નાં રોજ હૈદરાબાદમાં રમાશે. ઈશાન કિશન ઉપરાંત મોહમ્મદ શમી પણ ઈજાગ્રસ્ત હોવાને કારણે શરુઆતની બે મેચમાં નથી. અક્ષર પટેલ અને કુલદીપ યાદવને ટીમમાં જગ્યા મળી છે, જ્યારે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

Advertisement

ઈંગ્લેન્ડે ડિસેમ્બરમાં ( IND vs ENG) ભાત વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે પોતાના 16 ખેલાડીઓની જાહેરાત કરી હતી. ટીમમાં ત્રણ અનકેપ્ડ ખેલાડીઓ સામેલ છે, જેમાં ફાસ્ટ બોલર ગસ એટકિન્સન, ઓફ સ્પિનર ટૉમ હાર્ટલે અને શોએબ બશીર છે.

Advertisement

ઈંગ્લેન્ડ સામે પહેલી બે ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન.

ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જૉની બેયરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હેરી બ્રૂક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફૉક્સ, ટૉમ હાર્ટલે, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રુટ, માર્ક વુડ.

આ પણ વાંચો INDvsENG: India અને England વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ મેચ રમાશે

Tags :
Advertisement

.