Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND Vs AUS : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી મેચમાં ભારતની 44 રને શાનદાર જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવર બાદ 4 વિકેટના...
ind vs aus   ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી મેચમાં ભારતની 44 રને શાનદાર જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 236 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટના નુકસાને 191 રન કર્યા છે. જેથી ભારતે સીરિઝમાં 2-0ની લીડ મેળવી છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

Advertisement

ઓસ્ટ્રેલિયાના ઓપનર સ્ટિવ સ્મિથે 16 બોલમાં 19, મેથ્યૂ શોર્ટે 10 બોલમાં 19, જોશ ઈંગ્લિસે 4 બોલમાં 2, ગ્લેન મેક્સવેલે 8 બોલમાં 12, માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 45, ટિમ ડેવિડે 22 બોલમાં 37, મેથ્યૂ વેડે 23 બોલમાં 42 રન, નાથન એલિસે 4 બોલમાં 1, એડમ ઝામ્પાએ 3 બોલપમાં 1 અને તનવીર સંઘાએ 4 બોલમાં 2 રન કર્યા છે.

Advertisement

ભારતના બોલર્સનું પ્રદર્શન

ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ અને રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહે 4 ઓવરમાં 46 રન આપીને 1 વિકેટ, અક્ષર પટેલે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ અને મુકેશ કુમારે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ લીધી છે.

ભારતની ઈનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી T-20 મેચ ભારતે 4 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 236 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે યશસ્વી જયસ્વાલે 25 બોલમાં 53, ઋતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58, ઈશાન કિશને 32 બોલમાં 52, સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 19, રિંકૂ સિંહે 9 બોલમાં 31 અને તિલક વર્માએ 2 બોલમાં 7 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, માર્કસ સ્ટોઇનિસે 3 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ, નાથન એલિસે 4 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે 2 ઓવરમાં 38, સીન એબોટે 3 ઓવરમાં 56, એડમ ઝામ્પાએ 4 ઓવરમાં 33 અને તનવીર સંઘાએ 4 ઓવરમાં 34 રન આપ્યા છે.

આ  પણ  વાંચો -BCCI એ અંડર-19 એશિયા કપ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત

Tags :
Advertisement

.