Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS, 3rd ODI : રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અંતિમ મેચ ,જાણો Pitch Report

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 3 વનડે મેચની ત્રીજી અને અંતિમ મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલાં રમાયેલી 2 વનડે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. પ્રથમ મેચમાં ભારતની 5 વિકેટે અને બીજી વનડેમાં ભારતીય ટીમની 99...
ind vs aus  3rd odi   રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અંતિમ મેચ  જાણો pitch report
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 3 વનડે મેચની ત્રીજી અને અંતિમ મેચ આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ પહેલાં રમાયેલી 2 વનડે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. પ્રથમ મેચમાં ભારતની 5 વિકેટે અને બીજી વનડેમાં ભારતીય ટીમની 99 રને જીત થઈ હતી

Advertisement

ગઈકાલે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમે છેલ્લી 10 વનડે મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આજની મેચમાંમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે, આજની મેચ માટે ટીમમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આજે શુભમન ગિલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ રમશે નહીં.

Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 148 ODI મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 82 મેચમાં હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ 56 મેચ જીતી શકી છે. આ ઉપરાંત 10 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ છે. જો ઘરેલૂ મેચની વાત કરવામાં આવે તો, ભારતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 69 મેચ રમાઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 37 વખત હરાવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 મેચમાં હરાવ્યું છે.

જાણો પિચ રિપોર્ટ

ખંઢેરી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. આ પિચ પર ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટો સ્કોર બને છે. આ મેદાન પર અત્યાર સુધી 3 વનડે મેચની તમામ મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. આ મેદાન પર રમાયેલી 4 મેચમાં 300થી વધુ સ્કોર થયો છે. માત્ર એક વખત સ્કોર 300ને પાર થયો નહતો.

હવામાન વિભાગે કરી  વરસાદની આગાહી 

હવામાન વિભાગે આજે રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેથી આજની મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. જો કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના વરસાદને લઈ સંપૂર્ણ સજ્જ છે. ખંઢેરી સ્ટેડિયમમાં તમામ ડ્રેનેજ લાઈનો ખુલ્લી રાખવામાં આવી છે

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મેથ્યૂ શોર્ટ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કૈરી,કેમરુન ગ્રીન, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, સ્પેંસર જોનસન

આ  પણ  વાંચો -ASIAN GAMES 2023 : ભારતની દીકરીઓએ ચોથા દિવસે શૂટિંગમાં સિલ્વર બાદ જીત્યો ગોલ્ડ

Tags :
Advertisement

.

×