Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AFG: સુપર-8માં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

IND vs AFG: ભારતીય ટીમે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાન ટીમને 47 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાન ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહ અને...
11:57 PM Jun 20, 2024 IST | Hiren Dave

IND vs AFG: ભારતીય ટીમે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાન ટીમને 47 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાન ટીમ માત્ર 134 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા જીત નોંધાવવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસના મેદાન પર પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ પહેલા ભારતીય ટીમ અહીં બે મેચ રમી હતી અને બંને વખત હારી હતી.

જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ

અફઘાનિસ્તાનના બેટ્સમેનો ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહે બંને ઓપનરોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝે 11 રન અને હઝરતુલ્લા ઝાઝાઈએ 2 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમનાર કુલદીપ યાદવે ગુલબદિન નાયબને પેવેલિયન મોકલ્યો હતો. અઝમતુલ્લા ઉમરઝાઈને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. તેણે 26 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે ત્રણ વિકેટ લીધી છે. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે છેલ્લા બોલ પર નૂર અહેમદની વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બે, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી

અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને ઋષભ પંતે થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ખેલાડીઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. કોહલીએ 24 રન અને પંતે 20 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી અને તેના કારણે જ ટીમ ઇન્ડિયા મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. હાર્દિક પંડ્યાએ તેને સારો સાથ આપ્યો હતો. સૂર્યાએ 28 બોલમાં 53 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિકે 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચો - Suryakumar Yadav: ફઘાનિસ્તાન સામે સૂર્યાએ ફટકારી શાનદાર અડધી સદી

આ પણ  વાંચો - IND vs AFG: નવીન ઉલ હકના બોલ પર વિરાટે મારી સિક્સર, જોતા રહી ગયા બાંગ્લાદેશી ખેલાડી

આ પણ  વાંચો - BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમો આવશે ભારત

Tags :
2024afghanistan vs indiaboard of control for cricket in indiaICC T20 World Cup 2024icc world cup 2024ind vs afg t20 2024Indiaindia national cricket teamIndia Vs Afghanistanindia vs afghanistan t20 2024india vs south africa womenindian teamInternational Cricket CouncilT20-World-Cup-2024Team India
Next Article