Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG 2nd T20 : અફઘાનિસ્તાન સામે ભારતની શાનદાર જીત, યશસ્વી-દુબેની વિસ્ફોટક ઈનિંગ

IND vs AFG 2nd T20 : ઈન્દોર T20 મેચ (IND vs AFG 2nd T20) માં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. ભારતને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય...
ind vs afg 2nd t20   અફઘાનિસ્તાન સામે ભારતની શાનદાર જીત  યશસ્વી દુબેની વિસ્ફોટક ઈનિંગ

IND vs AFG 2nd T20 : ઈન્દોર T20 મેચ (IND vs AFG 2nd T20) માં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. ભારતને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની શાનદાર ઇનિંગ્સના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 ટી20 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

Advertisement

યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની તોફાની ઇનિંગ્સ..

Advertisement

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 34 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. આ યુવા ઓપનરે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શિવમ દુબેએ 32 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીએ 16 બોલમાં 29 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. જો કે આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા શૂન્ય પર રહ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી.

Advertisement

અફઘાનિસ્તાન તરફથી કરીમ જન્નત સૌથી સફળ બોલર રહ્યો હતો. કરીમ જન્નતે ટીમ ઈન્ડિયાના 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ સિવાય ફઝુલ્લા ફારૂકી અને નવીન ઉલ હકને 1-1 સફળતા મળી છે.

આવી રહી મેચની સ્થિતિ

આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઓલરાઉન્ડર ગુલબદ્દીન નાયબે 35 બોલમાં સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 32 રન આપીને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 સફળતા મળી છે. શિવમ દુબેએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન પ્લેઇંગ 11
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક અને મુજીબ ઉર રહેમાન.

આ  પણ  વાંચો - IND VS AFG : કપ્તાન રોહિત શર્માના નામે નોંધાયો વધુ એક WORLD RECORD

Tags :
Advertisement

.