Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC ODI team rankings : ODI રેન્કિંગમાં ફરી ઓસ્ટ્રેલિયા દુનિયાની નંબર વન ટીમ બની,જાણો ભારત કયા સ્થાને

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ રવિવારે ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 123 રને હરાવીને નંબર વનનું સ્થાન પાછું મેળવી લીધું છે. ડેવિડ વોર્નર (106) અને મેન ઓફ ધ મેચ માર્નસ લાબુશેન...
icc odi team rankings   odi રેન્કિંગમાં ફરી ઓસ્ટ્રેલિયા દુનિયાની નંબર વન ટીમ બની જાણો ભારત કયા સ્થાને

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ રવિવારે ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 123 રને હરાવીને નંબર વનનું સ્થાન પાછું મેળવી લીધું છે. ડેવિડ વોર્નર (106) અને મેન ઓફ ધ મેચ માર્નસ લાબુશેન (124)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 123 રનથી જીત મેળવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી.

Advertisement

Advertisement

પાકિસ્તાનની ટીમ બીજા નંબરે પહોંચી

ઓસ્ટ્રેલિયા હવે 121 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. ભારત 114 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 99 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં 102 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે માત્ર 10 ઓવરમાં ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે મેચોમાં આ સિદ્ધિ ક્યારેય કોઇ હાંસલ કરી શક્યું નથી. પરંતુ ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડની જોડીએ ઈતિહાસ રચી દીધો. આ રીતે ઓસ્ટ્રેલિયા આફ્રિકામાં પ્રથમ 10 ઓવરમાં 100થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયાએ 392 રન બનાવ્યા

બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના 106 અને માર્નસ લાબુશેન 124 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 392 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકા 41.5 ઓવરમાં માત્ર 269 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા માટે ડી કોકે 45 રન, બાવુમાએ 46 રન, હેનરિક ક્લાસને 49 રન અને ડેવિડ મિલરે 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી

આ  પણ  વાંચો -હવે આવતીકાલે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, શું કાલે પણ નડશે વરસાદનું વિઘ્ન ?

Tags :
Advertisement

.