Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મેં વિરાટને સુકાની પદેથી હટાવ્યો નહોતો...' કિંગ કોહલી સાથેના વિવાદ પર સૌરવ ગાંગુલીનો મોટો ખુલાસો

થોડા વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચેનો એક વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ વિવાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને થયો હતો, જેના...
 મેં વિરાટને સુકાની પદેથી હટાવ્યો નહોતો     કિંગ કોહલી સાથેના વિવાદ પર સૌરવ ગાંગુલીનો મોટો ખુલાસો

થોડા વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચેનો એક વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ વિવાદ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને થયો હતો, જેના પછી વિરાટ કોહલીએ તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારે હવે સૌરવ ગાંગુલીએ આ અંગે વાત કરી છે અને જણાવ્યું છે કે જ્યારે તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ હતા ત્યારે કેપ્ટનશીપને લઈને તેમની વિરાટ સાથે શું વાતચીત થઈ હતી?

Advertisement

ગાંગુલીએ કર્યો ખુલાસો

સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે વાત કરતા કહ્યું કે, મેં વિરાટ કોહલીને સુકાની પદેથી હટાવ્યો નહોતો. મેં તેને કહ્યું હતું કે જો તમે ટી20માં ટીમનું નેતૃત્વ નથી કરવા માગતા તો તમે જો તમામ વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી કેપ્ટનશીપ છોડી દેશો તો તે યોગ્ય રહેશે. કારણ કે ટી20 અને વનડેમાં અલગ અલગ કેપ્ટન ન હોઈ શકે. નોંધનીય છે કે, આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021ના શરૂ થતા પહેલા જ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે આ ટૂર્નામેન્ટ પછી તે ટી20 ફોર્મેટમાંથી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ થોડી દેશે. જો કે, તેણે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં કેપ્ટન બન્યા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, બીસીસીઆઈને આ નિર્ણય મંજૂર નહોતો કારણે કે તે ઇચ્છતું હતું કે જો અલગ-અલગ કેપ્ટન્સી હોય તો તે વ્હાઇટ બોલ અને રેડ બોલના ફોર્મેટ પ્રમાણે હોવી જોઈએ. જે તે સમયે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ હતા. ગાંગુલીએ વિરાટ કોહલી સાથે આ અંગે વાતચીત પણ કરી હતી. પરંતુ, તેના પછી વિરાટે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ગાંગુલી સાથે તેના વિવાદની ખબરોએ જોર પકડ્યું હતું.

Advertisement

વિરાટ કોહલી બાદ રોહિત શર્માને વનડે અને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ તે સમયે વનડે કેપ્ટનશીપને લઈને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, વનડે ક્રિકેટની કેપ્ટનશીપ છોડવા અંગે તેની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. ત્યાર બાદ વિરાટે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ કેપ્ટનશીપ છોડી દીધી હતી. જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ઘણા સમય સુધી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની સંભાળી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા દરેક ફોર્મેટમાં નંબર વન પર પણ રહી હતી. પરંતુ, આઈસીસી ટૂર્નામેન્ટમાં ટીમ એકવાર પણ વિજેતા બની શકી નહોતી.

Advertisement

આ પણ વાંચો - ભારતે ઓસ્ટ્રેલિયા સામે મેળવ્યો 6 રનથી વિજય, 4-1 થી સિરીઝ કરી પોતાના નામે

Tags :
Advertisement

.