Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hockey 5s Asia Cup 2023 : ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું

ગતરોજ જ્યાં ભારતીય ક્રિક્રેટ ટીમે પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કર્યું ત્યારે ઈન્ડિયન હોકી ટીમે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભારતીય મેન્સ એશિયા કપ ટીમે 5s એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું છે. શનિવારે, ભારતીય મેન્સ એશિયા કપ ટીમે 5s...
hockey 5s asia cup 2023   ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું
ગતરોજ જ્યાં ભારતીય ક્રિક્રેટ ટીમે પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કર્યું ત્યારે ઈન્ડિયન હોકી ટીમે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભારતીય મેન્સ એશિયા કપ ટીમે 5s એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું છે.
શનિવારે, ભારતીય મેન્સ એશિયા કપ ટીમે 5s એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે 2-0થી જીત મેળવી હતી. પૂર્ણ સમયના અંતે, મેચ 4-4થી ડ્રોમાં સમાપ્ત થઈ, જેના કારણે પરિણામ નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો આશરો લેવો પડ્યો. જ્યાં એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે પાકિસ્તાન સામે ફ્લોપ રહી, ત્યાં હોકી ટીમનો વિજય થયો.
પીએમ મોદીએ ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન
પીએમ મોદીએ ફાઇનલમાં ભારતની આ જીત પર અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું, "હોકી 5S એશિયા કપમાં ચેમ્પિયન!!" આગળ લખ્યું હતું કે, “પુરુષ હોકી ટીમને શાનદાર જીત પર અભિનંદન. તે અમારા ખેલાડીઓના અતૂટ સમર્પણની સાક્ષી છે અને આ જીત સાથે અમે આગામી વર્ષે ઓમાનમાં યોજાનાર હોકી 5 વર્લ્ડ કપમાં અમારું સ્થાન નિશ્ચિત કર્યું છે. આપણા ખેલાડીઓની હિંમત અને નિશ્ચય આપણા રાષ્ટ્રને પ્રેરણા આપે છે.

Advertisement

ભારતે હોકીમાં પાકિસ્તાનને હરાવ્યું
શૂટઆઉટમાં ભારત તરફથી મનિન્દર સિંહ અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા. જ્યારે ભારતના વિકેટકીપર સૂરજ કારકેરાએ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મોર્તઝાને શૂટઆઉટમાં ગોલ કરતા અટકાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ રાહીલે ફુલ ટાઈમમાં બે ગોલ કર્યા હતા. આ સિવાય જુગરાજ સિંહ અને મનિન્દર સિંહે 1-1 ગોલ કર્યા હતા. રાહીલે 19મી અને 26મી મિનિટમાં ટીમ માટે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહે 7મી મિનિટે અને મનિન્દર સિંહે 10મી મિનિટે ગોલ કર્યો હતો.
જ્યારે પાકિસ્તાન તરફથી પૂરા સમય પર અબ્દુલ રહેમાન, ઝીકરિયા હયાત, અરશદ લિયાકત અને કેપ્ટન અબ્દુલ રાણાએ 1-1 ગોલ કરીને સ્કોર 4-4થી બરાબર કરી લીધો હતો. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ, જ્યાં ભારત 2-0થી જીત્યું. આ પહેલા ટીમ ઈન્ડિયા એલિટ પૂલ સ્ટેજમાં પાકિસ્તાન સામે 4-5થી હારી ગઈ હતી.
Tags :
Advertisement

.