Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન

Cricket : ક્રિકેટ(Cricket)માં આજે પણ વરસાદ પછી મેચનું પરિણામ નક્કી કરવા માટે Duckworth Lewis Stern method પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમના જનકમાંના એક ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું.   ફ્રેન્ક...
09:05 PM Jun 25, 2024 IST | Hiren Dave
Duckworth Lewis Stern method

Cricket : ક્રિકેટ(Cricket)માં આજે પણ વરસાદ પછી મેચનું પરિણામ નક્કી કરવા માટે Duckworth Lewis Stern method પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમના જનકમાંના એક ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું.

 

ફ્રેન્ક ડકવર્થે ટોની લુઈસ સાથે મળીને નિયમ બનાવ્યો

ફ્રેન્કે પોતાના પાર્ટનર ટોની લુઈસ સાથે મળીને વરસાદ અથવા અન્ય પરિબળો દ્વારા વિક્ષેપિત મર્યાદિત ઓવરોની મેચોમાં ન્યાયી પરિણામો લાવવા માટે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1997માં લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો. આ નિયમ પ્રથમવાર 1997માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો.

આ નિયમનો તાજેતરમાં કરવામાં આવ્યો હતો ઉપયોગ

T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. આ મેચમાં પણ વરસાદે દખલ કરી હતી. જે બાદ ડકવર્થ લુઈસના નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિયમમાં ટીમને જટિલ આંકડાકીય વિશ્લેષણના આધારે નિર્ધારિત લક્ષ્ય આપવામાં આવ્યું હતું. આ ટાર્ગેટ નક્કી કરવા માટે બાકીની વિકેટો અને બાકીની ઓવરો પણ ગણાય છે. ડકવર્થ અને લુઈસ 2014માં નિવૃત્ત થયા હતા. આ પછી આ નિયમનું નામ બદલીને DLS કરી દેવામાં આવ્યું.

આ પણ  વાંચો  - T20 WC 2024: ICC ના આ નવા નિયમ પ્રમાણે સીધી ટીમ ઈન્ડિયાને મળશે ફાઇનલની ટિકિટ!

આ પણ  વાંચો  - T20 World Cup: આ તસવીરો જોઇ તમને પણ ચડી જશે જીતનો…

આ પણ  વાંચો  - શું AFGHANISTAN ની ટીમે મેચ જીતવા માટે કરી હતી CHEATING?

Tags :
AFG vs BANafg vs ban t20AfghanistanAFGHANISTAN CRICKETafghanistan national cricket teamafghanistan vs bangladesh liveafghanistan vs bangladesh t20arnos vale stadium weatherBan Vs AfgBangladesh vs AfghanistanCricketCricket World CupDuckworth Lewis Stern methodFrank Duckworthlive cricket match todayRashid Khansemi final t20st vincent weatherT20 World Cup Semi finalTony Lewis
Next Article