Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન
Cricket : ક્રિકેટ(Cricket)માં આજે પણ વરસાદ પછી મેચનું પરિણામ નક્કી કરવા માટે Duckworth Lewis Stern method પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમના જનકમાંના એક ફ્રેન્ક ડકવર્થનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું.
ફ્રેન્ક ડકવર્થે ટોની લુઈસ સાથે મળીને નિયમ બનાવ્યો
ફ્રેન્કે પોતાના પાર્ટનર ટોની લુઈસ સાથે મળીને વરસાદ અથવા અન્ય પરિબળો દ્વારા વિક્ષેપિત મર્યાદિત ઓવરોની મેચોમાં ન્યાયી પરિણામો લાવવા માટે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1997માં લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો. આ નિયમ પ્રથમવાર 1997માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો હતો.
I'm sad to report that Frank Duckworth MBE, co-creator of the Duckworth-Lewis method for adjusting targets in rain-affected cricket matches, passed away last Friday. His method was used just yesterday in the rain-affected World Cup match between Afghanistan and Bangladesh. RIP. pic.twitter.com/GMgn0EQBjG
— Rob Eastaway (@robeastaway) June 25, 2024
આ નિયમનો તાજેતરમાં કરવામાં આવ્યો હતો ઉપયોગ
T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. આ મેચમાં પણ વરસાદે દખલ કરી હતી. જે બાદ ડકવર્થ લુઈસના નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિયમમાં ટીમને જટિલ આંકડાકીય વિશ્લેષણના આધારે નિર્ધારિત લક્ષ્ય આપવામાં આવ્યું હતું. આ ટાર્ગેટ નક્કી કરવા માટે બાકીની વિકેટો અને બાકીની ઓવરો પણ ગણાય છે. ડકવર્થ અને લુઈસ 2014માં નિવૃત્ત થયા હતા. આ પછી આ નિયમનું નામ બદલીને DLS કરી દેવામાં આવ્યું.
આ પણ વાંચો - T20 WC 2024: ICC ના આ નવા નિયમ પ્રમાણે સીધી ટીમ ઈન્ડિયાને મળશે ફાઇનલની ટિકિટ!
આ પણ વાંચો - T20 World Cup: આ તસવીરો જોઇ તમને પણ ચડી જશે જીતનો…
આ પણ વાંચો - શું AFGHANISTAN ની ટીમે મેચ જીતવા માટે કરી હતી CHEATING?