Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MS Dhoni: BCCIએ ધોનીને સચિન સમાન આપ્યું બિરુદ, જર્સી નંબ- 10 પછી 7 પણ રિટાયર

એમએસ ધોનીની જર્સી નંબર 7 ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI એ ક્રિકેડ જગતના પ્રથમ લિટલમાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેની 10 નંબરની જર્સીને રિટાયર કરવામાં આવી હતી.તાજેતરમાં BCCI દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભારતીય ક્રિકેટ...
ms dhoni  bcciએ ધોનીને સચિન સમાન આપ્યું બિરુદ  જર્સી નંબ  10 પછી 7 પણ રિટાયર

એમએસ ધોનીની જર્સી નંબર 7

Advertisement

ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI એ ક્રિકેડ જગતના પ્રથમ લિટલમાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેની 10 નંબરની જર્સીને રિટાયર કરવામાં આવી હતી.તાજેતરમાં BCCI દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની જર્સી નંબર 7 ને પણ ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી રિટાયર કરી દેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે BCCIએ પહેલા જ તમામ ભારતીય ખેલાડીઓને જાણ કરી દીધી છે કે હવે જર્સી નંબર 10 અને 7 વાળી જર્સી કોઈને આપવામાં આવશે નહીં. BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ખેલાડીઓ અને તમામ નવા આવનારા યુવા ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીની ઐતિહાસિક જર્સી નંબર 7નો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને કારણે BCCIએ ધોનીના જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

ધોની ભારત માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019 ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમી હતી. તે મેચમાં ધોની ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો અને લગભગ એક વર્ષ પછી 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

Advertisement

ધોની ભારત માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે, અને તે વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે તેની ટીમને ત્રણેય મોટી ICC ટૂર્નામેન્ટ, T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી છે. આ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 ટીમ પણ બની હતી. તેમની કપ્તાની હેઠળના એક સમયગાળા દરમિયાન, ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 હતી. ધોનીના આ યોગદાનને માન આપવા માટે BCCIએ તેની જર્સી નંબર 7 રિટાયર કરી દીધી છે.

આ પણ વાંચો: દિલ્હી NCR અને પંજાબમાં ED સક્રિય , ચંદીગઢ સ્થિત ફાર્મા કંપનીમાં પાડ્યા દરોડા

Tags :
Advertisement

.