ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SEMI-FINAL : ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ મેચમાં માંડ માંડ જીત્યું

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચમાં ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી છે. ડેવિડ મિલરે 116 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. એક છેડેથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની વિકેટ પડી રહી હતી, પરંતુ ડેવિડ...
10:20 PM Nov 16, 2023 IST | Hiren Dave

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચમાં ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી છે. ડેવિડ મિલરે 116 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. એક છેડેથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની વિકેટ પડી રહી હતી, પરંતુ ડેવિડ મિલરે બીજા છેડેથી ઈનિંગ સંભાળી હતી. ડેવિડ મિલર ઉપરાંત સાઉથ આફ્રિકાનો કોઈ બેટ્સમેન પચાસ રન સુધી પહોંચી શક્યો નહોતો. ડેવિડ મિલર પછી હેનરિક ક્લાસને સૌથી વધુ રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 48 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાના 7 બેટ્સમેન ડબલ ડિઝિટ પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

213 રનન ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સૌથી વધુ ટ્રેવિસ હેડે 48 બોલમાં 62, ડેવિડ વોર્નરે 18 બોલમાં 29, મિચેલ માર્શે 6 બોલમાં શૂન્ય, સ્ટિવ સ્મિથે 62 બોલમાં 30 માર્નસ લાબુશેને 31 બોલમાં 18, ગ્લેન મેક્સવેલે 5 બોલમાં 1, જોશ ઈંગ્લિસે 49 બોલમાં 28 રન, મિચેલ સ્ટાર્કે 38 બોલમાં 16 રન અને પેટ કમિન્સે 29 બોલમાં 14 રન કર્યા છે.

સાઉથ આફ્રિકાના બોલરનું પ્રદર્શન

સાઉથ આફ્રિકા માટે ગેરાલ્ડ કોએત્ઝીએ 9 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ, તરબીઝ શમ્સીએ 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ, કેશવ મહારાજે 10 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ, એડમ માર્કરામે 8 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 6 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉરપરાંત માર્કો જાનસેને 4.2 ઓવરમાં 35 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

193/7 (40 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે 49 બોલમાં 28 રન કરનારો જોશ ઈંગ્લિસ આઉટ થયો છે. અત્યારે અત્યારે ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્ક 21 બોલમાં 10 રન કરીને અને પેટ કમિન્સ 1 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબીઝ શમ્સીએ 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ, કેશવ મહારાજે 10 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 6 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ અને ગેરાલ્ડ કોએત્ઝીએ 7 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27 રન આપ્યા છે.

177/6 (35 ઓવર)- ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ 62 બોલમાં 30 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે જોશ ઈંગ્લિસ 35 બોલમાં 20 રન કરીને અને મિચેલ સ્ટાર્ક 6 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબીઝ શમ્સીએ 9 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ, કેશવ મહારાજે 9 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 6 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ અને ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27 રન આપ્યા છે.

162/5 (30 ઓવર)- સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં સાઉથ આફ્રિકાને એક પણ વિકેટ મળી નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 50 બોલમાં 22 રન કરીને અને જોશ ઈંગ્લિસ 23 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબીઝ શમ્સીએ 8 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ, કેશવ મહારાજે 8 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને કગિસો રબાડાએ 5 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27 અને ગેરાલ્ડ કોએત્ઝીએ 2 ઓવરમાં 20 રન આપ્યા છે.

141/5 (25 ઓવર)- સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાને 141 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ 48 બોલમાં 62 રન કરીને, ડેવિડ વોર્નર 28 બોલમાં 29, મિચેલ માર્શ 6 બોલમાં શૂન્ય, માર્નસ લાબુશેને 31 બોલમાં 18 અને ગ્લેન મેક્સવેલ 5 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 37 બોલમાં 17 રન કરીને અને જોશ ઈંગ્લિસ 6 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબીઝ શમ્સીએ 6 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ, કેશવ મહારાજે 6 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને કગિસો રબાડાએ 5 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27 અને ગેરાલ્ડ કોએત્ઝીએ 1 ઓવરમાં 15 રન આપ્યા છે.

124/3 (20 ઓવર)- સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી આઉટ થયો નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 24 બોલમાં 11 રન કરીને અને માર્નસ લાબુશેન 25 બોલમાં 13 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કગિસો રબાડાએ 5 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 3 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27, ગેરાલ્ડ કોએત્ઝીએ 1 ઓવરમાં 15 અને તરબીઝ શમ્સીએ 4 ઓવરમાં 20 રન આપ્યા છે.

109/3 (15 ઓવર)- ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ 48 બોલમાં 62 રન કરીને આઉટ થયો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 16 બોલમાં 9 રન કરીને અને માર્નસ લાબુશેન 3 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કગિસો રબાડાએ 5 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ, એડન માર્કરામે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 1 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27, ગેરાલ્ડ કોએત્ઝીએ 1 ઓવરમાં 15 અને તરબીઝ શમ્સીએ 1 ઓવરમાં 8 રન આપ્યા છે.

74/2 (10 ઓવર)- ઓસ્ટ્રેલિયાનો ઓપનર 18 બોલમાં 29 રન કરીને અને મિચેલ માર્શ 6 બોલમાં શૂન્ય રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 31 બોલમાં 38 રન કરીને અને સ્ટિવ સ્મિથ 6 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, એડન માર્કરામે 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ અને કગિસો રબાડાએ 5 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કો જાનસેને 3 ઓવરમાં 27 રન આપ્યા છે.

39/0 (5 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે ઓપનિંગ કર્યું છે. અત્યારે ટ્રેવિસ હેડ 17 બોલમાં 18 રન કરીને અને ડેવિડ વોર્નર 13 બોલમાં રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, માર્કો જાનસેને 3 ઓવરમાં 27 અને કગિસો રબાડાએ 2 ઓવરમાં 12 રન આપ્યા છે.

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નર બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાની ટીમ 212 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 213 રનનો ટાર્ગેટ મળ્યો છે.

સાઉથ આફ્રિકાની ઈનિંગ

212/10 (49.4 ઓવર)- સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ 212 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 213 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 116 બોલમાં 101 રન ડેવિડ મિલરે કર્યા છે. આ ઉપરાંત ક્વિંટન ડિ કોકે 14 બોલમાં 3, ટેમ્બા બાવુમાએ 4 બોલમાં શૂન્ય, રાસી વેન ડેર ડુસેને 31 બોલમાં 6, એડન માર્કરામે 20 બોલમાં 10, હેનરિક ક્લાસેને 48 બોલમાં 47, માર્કો જાનસેને 1 બોલમાં શૂન્ય, ગોરેલ્ડ કોએત્ઝીએ 39 બોલમાં 19 અને કગિસો રબાડાએ 12 બોલમાં 10 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ, જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ, પેટ કમિન્સે 9.4 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ અને ટ્રેવિસ હેડે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 7 ઓવરમાં 55 અને ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 35 રન આપ્યા છે.

182/7 (45 ઓવર)- ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પોતાની ટીમને 7મી સફળતા અપાવી છે. પેટ કમિન્સે 39 બોલમાં 19 રન કરનરા ગેરાલ્ડ કોએત્ઝીને આઉટ કર્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલર 109 બોલમાં 88 રન કરીને અને કેશવ મહારાજ 4 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 8 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ, જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ, ટ્રેવિસ હેડે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને પેટ કમિન્સે 7 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 7 ઓવરમાં 55 અને ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 35 રન આપ્યા છે.

156/6 (40 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને એક પણ સફળતા મળી નથી. અત્યારે સાઉથ આફ્રિકા માટે ગેરાલ્ડ કોએત્ઝી 33 બોલમાં 18 રન કરીને અને ડેવિડ મિલર 89 બોલમાં 67 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 8 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ, જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ અને ટ્રેવિસ હેડે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 5 ઓવરમાં 27 રન, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 40 રન અને ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 35 રન આપ્યા છે.

134/6 (35 ઓવર)- ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને વધુ 2 સફળતા અપાવી છે. ટ્રેવિસે 48 બોલમાં 47 રન કરનારા હેનરિક ક્લાસેન અને 1 બોલમાં શૂન્ય રન કરનારા માર્કો જાનસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે સાઉથ આફ્રિક માટે ડેવિડ મિલર 77 બોલમાં 55 રન કરીને અને ગેરાલ્ડ કોએત્ઝી 15 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રે્લિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2, વિકેટ, જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ અને ટ્રેવિસ હેડે 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 5 ઓવરમાં 27 રન, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 40 રન અને ગ્લેન મેક્સવેલે 7 ઓવરમાં 20 રન આપ્યા છે.

111/4 (30 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 15 ઓવરની ઓસ્ટ્રેલિયાને એક પણ સફળતા મળી નથી. અત્યારે સાઉથ આફ્રિકા માટે હેનરિક ક્લાસેન 44 બોલમાં 39 રન કરીને અને ડેવિડ મિલર 67 બોલમાં 48 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રે્લિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2 અને જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 5 ઓવરમાં 27 રન, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 40 રન અને ગ્લેન મેક્સવેલે 5 ઓવરમાં 12 રન આપ્યા છે.

79/4 (25 ઓવર)- સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ વિકેટના 4 નુકસાને 79 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડિ કોકે 14 બોલમાં 3, ટેમ્બા બાવુમાએ 4 બોલમાં શૂન્ય, રાસી વેન ડેર ડુસેને 31 બોલમાં 6 અને એડન માર્કરામ 20 બોલમાં 10 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે હેનરિક ક્લાસેન 33 બોલમાં 22 રન કરીને અને ડેવિડ મિલર 48 બોલમાં 33 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રે્લિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2 અને જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 4 ઓવરમાં 25 રન, એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 18 રન અને ગ્લેન મેક્સવેલે 3 ઓવરમાં 4 રન આપ્યા છે.

67/4 (20 ઓવર)- વરસાદ બાદ સાઉથ આફ્રિકાના બેટ્સમેને અલગ અંદાજમાં બેટિંગ શરૂ કરી છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયા એક પણ વિકેટ લઈ શક્યું નથી. અત્યારે સાઉથ આફ્રિકા માટે હેનરિક ક્લાસેન 20 બોલમાં 14 રન કરીને અને ડેવિડ મિલર 31 બોલમાં 29 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ અને જોશ હેઝલવુડે 8 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 2 ઓવરમાં 17 રન અને એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 18 રન આપ્યા છે.

46/4 (15 ઓવર)- મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ઓસ્ટ્રેલિયાને વધુ 2 સફળતા અપાવી છે. મિચેલ સ્ટાર્કે 20 બોલમાં 10 રન કરનારા એડન માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે જોશ હેઝલવુડે 31 બોલમાં 6 રન કરનારા રાસી વેન ડેર ડુસેનને આઉટ કર્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે હેનરિક ક્લાસેન 9 બોલમાં 11 રન કરીને અને ડેવિડ મિલર 12 બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ અને જોશ હેઝલવુડે 6 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 1 ઓવરમાં 12 રન અને એડમ ઝામ્પાએ 1 ઓવરમાં 2 રન આપ્યા છે.ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વરસાદ બંધ થયો છે. જેથી 3.55 કલાકે ફરી મેચ શરૂ કરવામાં આવશે.

સેમીફાઈનલમાં આવ્યો વરસાદ

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવ્યો છે. જેથી 14 ઓવર બાદ મેચ સ્થગિત કરવામાં આવી છે. અત્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન 14 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 44 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.18/2 (10 ઓવર)- સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડિ કોક 14 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. ડિકોકને જોશ હેઝલવુડે પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે રાસી વેન ડેર ડુસેન 27 બોલમાં 5 રન કરીને અને એડન માર્કરામ 15 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 5 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી છે.

8/1 (5 ઓવર)- પ્રથમ ઓવરમાં જ સાઉથ આફ્રિકાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા 4 બોલમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ક્વિંટન ડિ કોક 10 બોલમાં 3 રન કરીને અને રાસી વેન ડેર ડુસેન 16 બોલમાં 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 2 ઓવરમાં 3 રન આપ્યા છે.

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ શરૂ થઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ંબેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટવ ડી કોક અને ટેમ્બા બાવુમા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની લીગ મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને સામને આવી હતી. જેમાં સાઉથ આફ્રિકાની 134 રને જીત થઈ હતી.

ICC વનડે વર્લ્ડકપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. આ મેચ બપોરે 2 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આ મેચ જીતનારી ટીમ 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમશે. સમગ્ર ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં સેમીફાઈનલની જંગ પણ ખુબ રોમાંચક થવાની આશા છે.

પિચ રિપોર્ટ

કોલકાતાના ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેનોને હંમેશા મદદ કરે છે. પિચના ઉછાળના કારણે બેટ્સમેનને મદદ મળે છે. આ મેદાનમાં ફોર અને સિક્સનો વરસાદ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આશા લગાવવામાં આવી રહી છે કે, આજની મેચ હાઈ સ્કોરિંગ જોવા મળશે. જો કે, નવી બોલથી ફાસ્ટ બોલરને શરૂઆતમાં થોડી મદદ મળે છે.

બંને દેશની ખેલાડીઓ

સાઉથ આફ્રિકા- ક્વિંટવ ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, તરબીઝ શમ્સી

ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

આ  પણ  વાંચો -ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

 

Tags :
3 wicketsaus vs south africaaustralia win finalheartbrokenSportsthrilling match
Next Article