Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aus open 2024: 43 વર્ષીય Rohan Bopanna એ Tennis માં ભારતને ગૌરવ અપાવ્યું

Aus open 2024: હાલમાં, વિશ્વસ્તરે ભારતીય ખેલાડીઓ ટેનિસ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી Rohan Bopanna Tennis રમતમાં એક પછી એક અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે Rohan Bopanna એ તેના Australian Partner Matthew...
aus open 2024  43 વર્ષીય rohan bopanna એ tennis માં ભારતને ગૌરવ અપાવ્યું
Advertisement

Aus open 2024: હાલમાં, વિશ્વસ્તરે ભારતીય ખેલાડીઓ ટેનિસ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી Rohan Bopanna Tennis રમતમાં એક પછી એક અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે Rohan Bopanna એ તેના Australian Partner Matthew Ebden સાથે મળીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 27 જાન્યુઆરીના રોજ Melbourne પાર્કમાં રમાયેલી ફાઇનલ મેચમાં રોહન-એબ્ડેનની જોડીએ Italy ના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), 7-5 થી હરાવ્યો હતા.

Advertisement

  • Rohan Bopanna એ ખેલાડીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
  • Bopanna-Ebden એ ટાઈબ્રેકરમાં જોરદાર ટક્કર આપી
  • Rohan Bopanna એ French open પણ જીતી છે

Rohan Bopanna એ ખેલાડીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Advertisement

43 વર્ષીય Rohan Bopanna Grand Slam જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો છે. અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો. જેણે 40 વર્ષે 2022 French Open માં Men's Double Title જીતવા માટે માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી હતી.

Advertisement

Bopanna-Ebden એ ટાઈબ્રેકરમાં જોરદાર ટક્કર આપી

ફાઈનલ મેચમાં ઈટાલીના ખેલાડીઓએ Bopanna-Ebden ને ટક્કર આપી હતી. પ્રથમ સેટ ટાઈબ્રેકરમાં ગયો હતો. બોપન્ન-એબ્ડેને ટાઈબ્રેકરમાં સાથે મળીને એક પણ ગેમ ગુમાવી ન હતી અને પ્રથમ સેટ જીત્યો હતો. બીજો સેટ પણ રસપ્રદ રહ્યો હતો. જોકે તે સેટની 11 મી ગેમમાં ઈટાલિયન ખેલાડીઓ તૂટી પડ્યા હતા. Final Match1 કલાક અને 39 મિનિટ સુધી ચાલી હતી.

જો ks Rohan Bopanna નું Tennis માં આ પહેલું Grand Slam Men's Double હતું. અગાઉ, Rohan Bopanna નું Men's Double માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2010 અને 2023 માં હતું, જ્યારે તેણે US Open ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય બોપન્ના French Open 2022 અને વિમ્બલ્ડન (2013, 2015, 2023) સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

Rohan Bopanna એ french open પણ જીતી છે

Rohan Bopanna એ મિક્સ ડબલ્સ હેઠળ 2017 માં French Open 2017 ડબલ્સ વિજેતા ખિતાબ જીત્યો છે. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10] થી હરાવ્યા હતા. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. તે સહિત બોપન્નાના સાથી Matthew Ebden મેન્સ ડબલ્સમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત છે. મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.

આ પણ વાંચો: IND vs ENG : આને ટીમમાંથી કાઢો…, સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો Shubman Gill

Tags :
Advertisement

Trending News

.

×