Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ... મહિલા કબડ્ડી ટીમે દેશને અપાવ્યો 100મો મેડલ

એશિયન ગેમ્સ 2023માં ભારતે 100મો મેડલ જીત્યો છે. મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં 26-24થી જીત મેળવી હતી.     ઓજસને તીરંદાજીમાં ગોલ્ડ, અભિષેકને સિલ્વર...
asian games 2023    એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ    મહિલા કબડ્ડી ટીમે દેશને અપાવ્યો 100મો મેડલ

એશિયન ગેમ્સ 2023માં ભારતે 100મો મેડલ જીત્યો છે. મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં 26-24થી જીત મેળવી હતી.

Advertisement

Advertisement

ઓજસને તીરંદાજીમાં ગોલ્ડ, અભિષેકને સિલ્વર મળ્યો

આ પહેલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને બે મેડલ મળ્યા છે. ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં બે ભારતીય તીરંદાજો વચ્ચે મુકાબલો હતો. આવી સ્થિતિમાં, દેશને બંને મેડલ મળવાની ખાતરી હતી, પરંતુ બંનેએ વ્યક્તિગત રીતે મેડલનો રંગ નક્કી કરવાનો હતો. ઓજસે 149ના સ્કોર સાથે ગોલ્ડ અને અભિષેકે 147ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

Advertisement

જ્યોતિએ ગોલ્ડ જીત્યો

આજના દિવસની શરૂઆતમાં જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જિનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીને હરાવ્યા. ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં તમામ સ્પર્ધા જીતી હતી.

ભારત પાસે કેટલા મેડલ

ગોલ્ડ: 25
સિલ્વર: 35
બ્રોન્ઝ: 40
કુલ: 100

PM મોદીએ ટ્વિટર પર પાડવી શુભેચ્છા

pm  મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતના લોકો રોમાંચિત છે કે આપણે 100 મેડલના માઈલસ્ટોન સુધી પહોંચી ગયા છીએ. આ અવસર પર, હું આપણા એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયત્નોના કારણે ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે જ આજે આપણે ગર્વ અનુભવી રહ્યા છીએ.

13 દિવસમાં જીત્યા હતા 95 મેડલ

ભારતે 13 દિવસમાં કુલ 95 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15, નવમા દિવસે સાત, દસમા દિવસે નવ, 11મા દિવસે 12, 12મા દિવસે વધુ પાંચ. 13મા દિવસે નવ મેડલ જીત્યા હતા.

જકાર્તા એશિયાડનો રેકોર્ડ 4 ઓક્ટોબરે તૂટી ગયો હતો

4 ઓક્ટોબરે, ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમનો ભાગ જ્યોતિ વેન્નમ અને ઓજસ દેવતલેની ભારતીય મિશ્રિત ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો, આ સાથે ભારતના કુલ મેડલ 70ને પાર કરી ગયા હતા. આ સમય દરમિયાન ભારતે જકાર્તા એશિયન ગેમ્સ 2018માં 70 મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. ભારતે જકાર્તામાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.

1951માં પ્રથમ એશિયાડમાં ભારતનું આવું પ્રદર્શન હતું.

1951 ભારતની રાજધાની દિલ્હીમાં પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતે 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ (કુલ 51 મેડલ) જીત્યા હતા. ત્યારે 15 ગોલ્ડ મેડલ જીતવું એ અદભૂત પ્રદર્શન હતું, એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ મેડલ જીતવાનો ભારતનો રેકોર્ડ લાંબા સમય સુધી અકબંધ રહ્યો. ભારતે એક પછી એક ઘણી એશિયન ગેમ્સ રમી, પરંતુ 15 ગોલ્ડ જીતવાનો રેકોર્ડ યથાવત રહ્યો.

1982 એશિયાડમાં ભારતનું પ્રદર્શન

1982માં જ્યારે ભારતે ફરી એકવાર એશિયન ગેમ્સની યજમાની કરી ત્યારે ભારત આ ગોલ્ડ જીતવાના રેકોર્ડની નજીક આવી ગયું હતું. તે વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 25 બ્રોન્ઝ સહિત કુલ 57 મેડલ જીત્યા હતા. પરંતુ ભારતીય ટીમ હજુ પણ 1951માં જીતેલા 15 ગોલ્ડથી પાછળ છે. ત્યારબાદ 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને 16 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ જીત્યા.

હોકીમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા છે

ભારતીય પુરુષ હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતે 1966, 1998 અને 2014માં ગોલ્ડ કબજે કર્યો હતો. તે જ સમયે, એશિયાડમાં ભારતીય હોકી ટીમનો આ એકંદરે 16મો મેડલ હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ  પણ  વાંચો-WORLD CUP 2023 : પાકિસ્તાન ટીમની આ નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત, જાણો શું છે…

Tags :
Advertisement

.