Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asian Games 2023 :મેન્સ એર પિસ્ટલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન, ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2023ના પાંચમા દિવસની શરૂઆતમાં જ ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. મેન્સ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અર્જુન ચીમા, સરબઝોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ આ મેડલ જીત્યો છે.  ...
09:14 AM Sep 28, 2023 IST | Hiren Dave

એશિયન ગેમ્સ 2023ના પાંચમા દિવસની શરૂઆતમાં જ ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. મેન્સ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અર્જુન ચીમા, સરબઝોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ આ મેડલ જીત્યો છે.

 

ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડીએ હાર આપી હતી. આ રીતે ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રોશિબિના દેવીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ખરેખર, એશિયન ગેમ્સમાં ભારત ક્યારેય વુશુમાં મેડલ જીતી શક્યું નથી. રોશિબિના દેવી પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ.

ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન

એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ સિવાય ભારતીય ટીમે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય શૂટર્સની ચમક જોવા મળી હતી. જોકે મેડલ ટેલીમાં ચીન હજુ પણ નંબર વન પર યથાવત છે. અત્યાર સુધીમાં ચીને 140 મેડલ જીત્યા છે જેમાં 76 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

 

એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે. ભારતે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય ભારતે 8 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 10 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

આ  પણ  વાંચો -RETIREMENT : વર્લ્ડ કપ પહેલા 24 વર્ષના આ ખેલાડીએ નિવૃત્તિની કરી જાહેરાત

 

Tags :
asian games 2023Asian Games 2023 India Gold MedalAsian Games Day 5Asian Games EventsIndiaIndia Medal ListMedal TallyTeam India
Next Article