Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asian Champions Trophy : ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ, જાપાનને 4-0થી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે Asian Champions Trophy હોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની...
asian champions trophy   ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ  જાપાનને 4 0થી હરાવ્યું
Advertisement

ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે Asian Champions Trophy હોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને Women's Asian Champions Trophy હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Advertisement

Advertisement

Advertisement

હોકી ઇન્ડિયાએ કરી ઇનામની જાહેરાત

રાંચીના મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ગઈકાલે Asian Champions Trophy Hockey 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત માટે સંગીતા કુમારી, નેહા, લાલરેમસિઆમી અને વંદના કટારીયાએ ગોલ કર્યા હતા. ભારતીય મહિલા હોકી ટીમની જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે દરેક ખેલાડીને ઈનામ તરીકે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

કોચે કર્યા ખેલાડીઓના વખાણ

ભારતે આ પહેલા વર્ષ 2016માં સિંગાપોરમાં પ્રથમ Asian Champions Trophyનો ખિતાબ જીત્યો હતો. જ્યારે, જાપાન 2013 અને 2021નું વિજેતા છે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેકે શોપમેને કહ્યું કે અમને ફાઇનલમાં 4-0થી જીતની આશા નહોતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી. દરેક જણ ઉત્સાહિત હતા. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું કે ખૂબ જ સારું લાગી રહ્યું છે. જાપાન ખૂબ જ સારું રમ્યું, હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે.

આ  પણ  વાંચો -આ સ્ટાર ખેલાડીએ અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર,KKR એ ખોલ્યું જીતનું ખાતું

featured-img
સ્પોર્ટ્સ

RR vs KKR : કોલકાતાએ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય

featured-img
સ્પોર્ટ્સ

NZ vs PAK: Pakistan ના કેપ્ટને સિરીઝ હાર્યા બાદ આપ્યું મોટું નિવેદન

featured-img
આઈપીએલ

IPL 2025 : RR-KKR ની હાઈ સ્કોરિંગ મેચ માટે તૈયાર રહો! જાણો Pitch શું કહી રહી છે

featured-img
સ્પોર્ટ્સ

GT vs PBKS : રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું

featured-img
સ્પોર્ટ્સ

GT vs PBKS : ગુજરાતે જીત્યો ટોસ, બોલિંગ કરવાનો લીધો નિર્ણય

Trending News

.

×