R Praggnanandhaa : આનંદ મહિન્દ્રા ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદને ઈલેક્ટ્રીક કાર ભેટમાં આપશે, જાણો કિંમત
ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ બાકુમાં ભારતના 18 વર્ષીય આર પ્રજ્ઞાનંદ અને નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રજ્ઞાનંદને સિલ્વરથી સતામણી કરવી પડી હતી. પ્રજ્ઞાનંદ ભલે આ સ્પર્ધામાં ઈતિહાસ રચવામાં ચૂકી ગયા હોય, પરંતુ તેમણે કરોડો દેશવાસીઓના દિલ જીતી લીધા છે. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પ્રજ્ઞાનંદને લઈને મોટી જાહેરાત કરી છે. તે પ્રજ્ઞાનંદને કાર ભેટમાં આપશે.
પ્રજ્ઞાનંદ ફાઈનલમાં પહોંચનારા સૌથી ઓછી ઉંમરના ખેલાડી
આર પ્રજ્ઞાનંદ ભારત તરફથી ચેસ વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચનારા સૌથી ઓછી ઉંમરના ચેસ ખેલાડી છે. આ પહેલાં વિશ્વનાથન આનંદ ચેસની ફાઈનલ મેચમાં પહોંચ્યા હતા. જેથી આનંદ મહિન્દ્રાએ પ્રજ્ઞાનંદના માતા-પિતાને ઈલેક્ટ્રિક XUV400 કાર ભેટમાં આપવાની જાહેરાત કરી છે.
આનંદ મહિન્દ્રીએ ટ્વીટ કરીને જાહેરાત કરી
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું કે, તમારી ભાવનાની પ્રશંસા કરૂં છું. અનેક લોકોએ મને એક થાર ભેટમાં આપવા આગ્રહ કર્યો છે, પરંતુ મેં કાંઈક અલગ વિચાર્યું છે. હું માતા-પિતાને પોતાના બાળકોને ચેસથી પરિચિત કરાવવા અને આ ગેમમાં આગળ વધવા હું તેમને સપોર્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગીશ. આ evની જેમ આપણા ગ્રહના ઉજ્વળ ભવિષ્ય માટે એક રોકાણ છે. મને લાગે છે કે, મને એવું લાગે છે કે, પ્રજ્ઞાનંદના માતા-પિતાને XUV400 EV ભેટમાં આપવી જોઈએ.
3 દિવસે વિજેતાનો નિર્ણય થયો હતો
ચેસ વર્લ્ડકપની ફાઈનલમાં વિજેતાનો નિર્ણય ટાઈબ્રેકર મેચ બાદ થયો હતો. આ મેચના પ્રથમ દિવસે પ્રજ્ઞાનંદ અને કાર્લસન વચ્ચે 70 ચાલ બાદ મેચ ડ્રો થઈ હતી. જે બાદ બીજા દિવસે 35 ચાલ બાદ મેચ ડ્રો થઈ હતી. ત્રીજા દિવસે બંને ખેલાડી વચ્ચે ટાઈબ્રેકર મેચ રમવામાં આવી હતી. જેમાં મેગ્નસ કાર્લસને જીત મેળવી હતી.
આ પણ વાંચો-ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર રેડ કાર્ડનો કરાયો ઉપયોગ, જાણો કોને મળ્યું RED CARD