Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. 34 વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એલેક્સ હેલ્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી રહી નથી. પરંતુ હેલ્સ છેલ્લા એક વર્ષથી ટી-20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો...
વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો  આ સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. 34 વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એલેક્સ હેલ્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી રહી નથી. પરંતુ હેલ્સ છેલ્લા એક વર્ષથી ટી-20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ રહ્યો હતો.

Advertisement

એલેક્સ હેલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં હેલ્સે લખ્યું કે હું તમને બધાને જણાવવા માંગુ છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. દેશ માટે ત્રણેય ફોર્મેટમાં 156 મેચ રમી તે મારા માટે ગર્વની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Alex Hales (@alexhales1)

Advertisement

હેલ્સે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે આ સમય દરમિયાન મેં કેટલીક એવી યાદો અને મિત્રો બનાવ્યા છે જે જીવનભર મારી સાથે રહેશે. હવે મને લાગે છે કે અહીંથી આગળ વધવાનો સમય આવી ગયો છે અને તેથી જ મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી છે.

Advertisement

ગત વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી

વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેલ્સે ઈંગ્લેન્ડની ટીમ માટે 11 ટેસ્ટ, 70 વનડે અને 75 ટી20 મેચ રમી છે. આ દરમિયાન હેલ્સના નામે 573 અને 5 અડધી સદીની ઇનિંગ્સ છે. વનડેમાં 2419 રનની સાથે 6 સદી અને 14 અડધી સદીની ઇનિંગ્સ છે. હેલ્સે T20 ઇન્ટરનેશનલમાં 2074 રનની સાથે 1 સદી અને 12 અડધી સદીની ઇનિંગ્સ રમી છે.

સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી

આ પહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી હતી. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં બે વાર હેટ્રિક લેનાર બ્રોડ એકમાત્ર બોલર છે. આ સાથે તેણે 600થી વધુ વિકેટ પણ લીધી છે. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તેના માટે એક ઓવર એવી હતી, જેને દુનિયાભરના ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. યુવરાજે બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજના છ છગ્ગા આજે પણ લોકોને યાદ છે. તમને જણાવી દઈએ કે બ્રોડે ઈંગ્લેન્ડ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 600 વિકેટ લીધી છે. તેણે 121 વનડેમાં 178 વિકેટ લીધી છે. બ્રોડે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 65 વિકેટ લીધી છે.

આ પણ  વાંચો -આ રીતે જીતશે TEAM INDIA વર્લ્ડ કપ? વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ T20 મેચમાં શરમજનક હાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.