Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 : ફાઈનલમાં એન્ટ્રી બાદ ટીમ ઈન્ડિયા ડ્રેસિંગ રૂમમાં જોવા મળી આ અંદાજમાં

વર્લ્ડ કપ 2023 (world cup 2023) ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને ટીમ ઈન્ડિયા (Team India) એ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો બીજી સેમી ફાઈનલ વિજેતા સાથે થશે. કિવી ટીમ પર ભારતની 70 રને જીત બાદ...
07:59 PM Nov 16, 2023 IST | Hiren Dave

વર્લ્ડ કપ 2023 (world cup 2023) ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને ટીમ ઈન્ડિયા (Team India) એ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો બીજી સેમી ફાઈનલ વિજેતા સાથે થશે. કિવી ટીમ પર ભારતની 70 રને જીત બાદ બીસીસીઆઈ (BCCI) એ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ (Dressing room) માં કેવું વાતાવરણ હતું તેનો વીડિયો શેર કર્યો છે. જે ક્ષણ પર તમામ ખેલાડીઓ ખૂબ જ ગર્વ અનુભવતા હતા, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. ફાઈનલમાં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડી (Players) ઓએ ખૂબ જ મસ્તી કરી હતી જે વીડિયોમાં જોઈ શકાય છે.

 

 

 

ભારતીય ટીમ અને સ્ટાફ માટે ભાવનાત્મક ક્ષણ
ફાઈનલમાં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ઘણું સારું હતું, આ દરમિયાન ખેલાડીઓએ પણ ખૂબ એન્જોય કર્યું હતું. ટીમનો સ્ટાફ ખેલાડીઓની પ્રશંસા કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમના બેટિંગ કોચે વિરાટ કોહલીને ગળે લગાવ્યો. આખી ભારતીય ટીમ અને સ્ટાફ માટે તે ભાવનાત્મક ક્ષણ હતી, જે કેમેરામાં કેદ થઈ હતી. આ વખતે, ટીમ હોટલમાંથી નીકળી ત્યારથી લઈને બસમાં ચઢી ત્યાં સુધી ચાહકોથી ઘેરાયેલી હતી. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતથી ચાહકો પણ ઘણા ખુશ હતા. હોટેલમાં હજારો ચાહકોની ભીડ હતી. ટીમ ઈન્ડિયાને દરેક મેચમાં પ્રશંસકોનો પૂરો સાથ મળી રહ્યો છે. સેમી ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ માટે અમદાવાદ રવાના થઈ હતી.

 

 

મેન ઓફ ધ મેચ મોહમ્મદ શમી
સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા. ભારત તરફથી બેટિંગ કરતા વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની વનડેમાં આ 50મી સદી છે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સિવાય મોહમ્મદ શમીએ બોલિંગ દરમિયાન 7 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

 

આ પણ  વાંચો -ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ સ્ટાર દુઆ લિપા કરશે પરર્ફોર્મ

 

Tags :
BCCICelebrationCricketINDIA IN FINALSemi-FinalTeam India
Next Article