AFGHANISTAN : સુપર 8 પહેલા અફઘાનિસ્તાનના કોચનું મોટું નિવેદન
AFGHANISTAN : અફઘાનિસ્તાન(AFGHANISTAN)ની ટીમ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટૂર્નામેન્ટના સુપર 8 રાઉન્ડમાં પહોંચતા પહેલા અફઘાનિસ્તાનની ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હારને કારણે અફઘાનિસ્તાન ટીમનું મનોબળ ઘણું નબળું પડી ગયું હશે. અફઘાનિસ્તાનના મુખ્ય કોચ પણ તેમની ટીમના પ્રદર્શનથી ખૂબ નિરાશ દેખાતા હતા. તેણે પોતાના એક નિવેદનમાં ઘણી મોટી વાતો કહી છે અને સુપર 8ની શરૂઆત પહેલા પોતાની ટીમને કેટલાક સંદેશ પણ આપ્યા છે. અફઘાનિસ્તાને સુપર 8માં પોતાની પ્રથમ મેચ ભારત જેવી મોટી ટીમ સામે રમવાની છે.
અફઘાનિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે તેમની ટીમે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ભારત સામે T20 વર્લ્ડ કપની તેમની સુપર આઠ મેચમાં બે ઓવરમાં 60 રન ન આપે, જેમ કે તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ ગ્રુપ મેચમાં કર્યું હતું. અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે 104 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે ચોથી ઓવરમાં 36 રન આપ્યા જ્યારે 18મી ઓવરમાં 24 રન બનાવ્યા. નિકોલસ પૂરનની 53 બોલમાં 98 રનની ઈનિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં પાંચ વિકેટે 218 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાનના કોચે શું કહ્યું?
જ્યારે મેચમાંથી શીખવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રોટએ કહ્યું કે જો અમે એક ઓવર સારી રીતે શરૂ નહીં કરીએ, તો અમારે તે ઓવર ઝડપથી સમાપ્ત કરવી પડશે. આજે અમે બે ઓવરમાં 60 રન આપ્યા અને આનાથી મેચનો માર્ગ ઘણો બદલાઈ ગયો. તેણે કહ્યું કે આ રમતનો એક ભાગ છે અને હા, હું બેટિંગથી નિરાશ છું કે અમે લક્ષ્યની નજીક પણ ન પહોંચી શક્યા. અન્ય એક પાસું જે ટીમને વધુ સારી રીતે સમજવાની જરૂર પડશે તે એ છે કે મોટા શોટ બાઉન્ડ્રીની બહાર પડે તે સુનિશ્ચિત કરવા માટે ડાઉનવાઇન્ડ શોટ રમવું. ટ્રોટે કહ્યું કે મને લાગે છે કે અમે જોયું કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ પવનનો સારો ઉપયોગ કર્યો. મારો મતલબ, પવન લાંબી, લાંબી બાઉન્ડ્રી લાઇન તરફ હતો પરંતુ તેમ છતાં શોટ સરળતાથી તેને પાર કરી ગયા. મને લાગે છે કે કદાચ અમે થોડી સારી બોલિંગ કરી શક્યા હોત અને તેમને બીજી બાજુ ફટકો મારવા માટે દબાણ કર્યું હોત.
આ પણ વાંચો - BCCI એ ગંભીરની સાથે આ વ્યક્તિનું પણ થયું ઇન્ટરવ્યું, જલ્દી કરાશે જાહેરાત
આ પણ વાંચો - હરભજનસિંહે આપી ગેરી કર્સ્ટનને સલાહ, કહ્યું- પાકિસ્તાનમાં સમય ન બગાડો
આ પણ વાંચો - T20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું આવું, આ બોલરે 4 ઓવરમાં 0 રન આપી 3 વિકેટ ઝડપી