Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AFG vs NZ: T20 WORLD CUPમાં ત્રીજો મોટો ઉલટફેર! રાશિદ-ફઝલ ચમક્યા

AFG vs NZ: ટી-200 વર્લ્ડ કપ 2024 (T20 WORLD CUP 2024)માં વધુ એક અપસેટ જોવા મળ્યો હતો. આ વખતે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. કેપ્ટન રાશિદ ખાન, ફઝલ હક ફારૂકી અને રહમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાનને જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન...
afg vs nz  t20 world cupમાં ત્રીજો  મોટો ઉલટફેર  રાશિદ ફઝલ ચમક્યા

AFG vs NZ: ટી-200 વર્લ્ડ કપ 2024 (T20 WORLD CUP 2024)માં વધુ એક અપસેટ જોવા મળ્યો હતો. આ વખતે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. કેપ્ટન રાશિદ ખાન, ફઝલ હક ફારૂકી અને રહમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાનને જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પહેલા ટીમે બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યું અને બાદમાં શાનદાર બોલિંગ કરી ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી હતી.

Advertisement

અફઘાનિસ્તાને કર્યો મોટો ઉલટફેર

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી ફઝલ હક ફારૂકીએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 56 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રન કર્યા હતા. આ પછી બોલિંગમાં, ફઝલ હક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને ચાર-ચાર વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. ગુરબાઝ ઉપરાંત ઝદરાને ટીમ માટે સારી ઇનિંગ રમી અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 15.2 ઓવરમાં માત્ર 75 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement

નજીબુલ્લાહ એક રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો

આ મેચમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 102 રનની વિસ્ફોટક ભાગીદારી થઈ હતી. મેટ હેનરીએ ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઝદરાનને બોલ્ડ કર્યો. તે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી હેનરીએ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા અઝમતુલ્લાહ ઓમરઝાઈને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. આ મેચમાં રાશિદ ખાન છ રન બનાવીને આઉટ થયો હતો અને ગુલબદ્દીન નાયબ શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કરીમ એક રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને નજીબુલ્લાહ એક રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. કિવી ટીમ તરફથી બોલ્ટ અને હેનરીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે લોકી ફર્ગ્યુસનને એક સફળતા મળી હતી

Advertisement

આ મેચમાં કિવી ટીમના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ડેવોન કોનવે આઠ, ડેરીલ મિશેલ પાંચ, કેન વિલિયમ્સન નવ, માર્ક ચેપમેન ચાર, માઈકલ બ્રેસવેલ શૂન્ય, ગ્લેન ફિલિપ્સ 18, મિશેલ સેન્ટનર ચાર, મેટ હેનરી 12, લોકી ફર્ગ્યુસન બે રન બનાવીને આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટ ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ તબાહી મચાવી હતી. ફઝલ હક ફારૂકી અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ નબીને બે વિકેટ મળી હતી.

આ પણ  વાંચો - PAKvsUSA : ‘0’ પર આઉટ થયા બાદ ફેન્સ પર ગુસ્સે થયો પાક. ખેલાડી, Video થયો વાઇરલ

આ પણ  વાંચો - IND vs IRE : જીત સાથે કેપ્ટન રોહિત શર્મા બન્યો હીરો, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે

આ પણ  વાંચો - IND vs IRE : ટીમ ઈન્ડિયાએ જીત સાથે T20 World Cupની શરૂઆત કરી, આયરલેન્ડને માત્ર 12.2 ઓવરમાં હરાવ્યું

Tags :
Advertisement

.