Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઈપણ હોટેલ તમને પાણી પીવા અને ટોઈલેટનો ફ્રીમાં ઉપયોગ કરવાથી રોકી શકે નહીં

ઘણી વખત એવું બને છે જ્યારે આપણે પોશ વિસ્તારમાં ફરતા હોઈએ અને અચાનક આપણને ટોઈલેટની જરૂર પડે. જ્યારે આવું થાય છે, કોઈપણ હોટેલ, ભલે તે 5 સ્ટાર કેમ ના હોય, તમને પાણી પીવા અને ટોઈલેટનો ફ્રીમાં ઉપયોગ કરવાથી રોકી શકે...
ઘણી વખત એવું બને છે જ્યારે આપણે પોશ વિસ્તારમાં ફરતા હોઈએ અને અચાનક આપણને ટોઈલેટની જરૂર પડે. જ્યારે આવું થાય છે, કોઈપણ હોટેલ, ભલે તે 5 સ્ટાર કેમ ના હોય, તમને પાણી પીવા અને ટોઈલેટનો ફ્રીમાં ઉપયોગ કરવાથી રોકી શકે નહીં.
- ઈન્ડિયન સિરીઝ એક્ટ, 1887 મુજબ, જ્યારે તમને તરસ લાગે કે તમારે વોશરૂમનો ઊપયોગ કરવો હોય તો તમે દેશની કોઈપણ 5 સ્ટાર હોટેલ હોય કે રેસ્ટોરન્ટ તેમાં તમે વોશરૂમનો ઉપયોગ કરી શકો છો. અને જો તમને તરસ લાગી હોય તો તમે અહીં પાણી મંગાવીને પણ પી શકો છો. આ માટે તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
- જો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ તમને આ સુવિધાઓ આપવાથી રોકે છે, તો તમે તેના માલિક અથવા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદના આધારે, સંબંધિત વિભાગ વતી હોટેલ અને રેસ્ટોરન્ટના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, તેમનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
Advertisement
Advertisement

.