Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આયુર્વેદમાં ઘૂંટણના દુખાવા માટે પંચકર્મ દ્વારા શરીરની શુદ્ધિ કરાય છે

આજની લાઇફસ્ટાઇલ, અનેક પ્રકારનો ખોરાક, વ્યસનો અને વધુ પડતા સ્ટીરોઈડની ખરાબ અસર ઘુંટણ પર થાય છે. 40 વર્ષની ઉંમર પછી ઘુંટણ ઘસાઈ જવાની સમસ્યા થતી હોય છે. પરંતુ, એલોપથીમાં આ દર્દની સારવાર મુખ્યત્વે પેઈન કિલર કે ની-રિપ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવે...

આજની લાઇફસ્ટાઇલ, અનેક પ્રકારનો ખોરાક, વ્યસનો અને વધુ પડતા સ્ટીરોઈડની ખરાબ અસર ઘુંટણ પર થાય છે. 40 વર્ષની ઉંમર પછી ઘુંટણ ઘસાઈ જવાની સમસ્યા થતી હોય છે. પરંતુ, એલોપથીમાં આ દર્દની સારવાર મુખ્યત્વે પેઈન કિલર કે ની-રિપ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવે છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગહૃદય જેવા પ્રાચીન ગ્રંથોમાં ઘૂંટણના દુખાવાને 'કોષ્ટશીર્ષ' તરીકે દર્શાવવામાં આવ્યો છે.ડૉ આર. અચલ જણાવે છે કે આયુર્વેદમાં ઘૂંટણના દુખાવા માટે પંચકર્મ દ્વારા શરીરની શુદ્ધિ કરાય છે. જેનાથી વાત, પિત્ત અને કફ નિયંત્રિત થાય છે. શરીરના શુદ્ધિકરણ પછી જે ભાગમાં રોગ છે તે ભાગ લુબ્રિકેટ થાય છે અને પરસેવો થાય છે.

Advertisement

સ્નેહાન-સ્વીદાનમાં, જડીબુટ્ટીઓમાંથી બનાવેલ હૂંફાળા તેલથી દર્દીને સ્નાન કરાવવામાં આવે છે. તેલની ધાર દર્દીના અસરગ્રસ્ત ભાગ પર રાખવામાં આવે છે . પછી ત્યાં માલિશ પણ કરવામાં આવે છે. આયુર્વેદની આ પદ્ધતિથી ઘૂંટણમાં ઘસાયેલ ભાગને નવજીવન મળે છે. હાડકાંમાં શક્તિ આવવા લાગે છે. જોકે આયુર્વેદમાં તેના ઉપાયો રોગની ઉંમર અને ગંભીરતા પર આધાર રાખતા હોય છે.

Advertisement
Tags :
Advertisement

.