Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્યપ્રદેશની આ યુનિવર્સિટીએ પિરિયડ્સમાં વિદ્યાર્થીનીઓને રજા આપવાનો નિર્ણય કર્યો

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં સ્થિત ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક મોટા ખુશખબર છે. હવે ગર્લ સ્ટુડન્ટ્સે પીરિયડ્સ દરમિયાન કોલેજમાં આવવું નહીં પડે. શુક્રવારે આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ ગત મહિને શરૂ થયેલા...
મધ્યપ્રદેશની આ યુનિવર્સિટીએ પિરિયડ્સમાં વિદ્યાર્થીનીઓને રજા આપવાનો નિર્ણય કર્યો
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં સ્થિત ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક મોટા ખુશખબર છે. હવે ગર્લ સ્ટુડન્ટ્સે પીરિયડ્સ દરમિયાન કોલેજમાં આવવું નહીં પડે. શુક્રવારે આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ ગત મહિને શરૂ થયેલા 5 મહિનાના લાંબા સેમેસ્ટરથી ગર્લ સ્ટુડન્ટ્સ માટે ખાસ માસિક રજા શરૂ કરી છે.
લો યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. શૈલેષ એન હડલીએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટ બાર એસોસિએશન સહિત ઘણી ગર્લ સ્ટુડન્ટ્સ ગયા વર્ષથી માસિક રજાની માંગ કરી રહી હતી. આને ધ્યાનમાં રાખીને, અમે, વિદ્યાર્થી કલ્યાણના ડીન સહિત, આ સેમેસ્ટરથી (માસિક) રજા આપવાનો નિર્ણય લીધો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ રજાઓ દરેક સત્રમાં વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપવામાં આવતી 6 રજાઓનો ભાગ હશે. ગર્લ સ્ટુડન્ટ્સ આ લીવ લઈ શકે છે. તેમણે કહ્યું કે આ પગલું વિદ્યાર્થિનીઓનું જીવન સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે દેશમાં ઘણા સમયથી નોકરી કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને ખાસ પીરિયડ રજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી જેમાં તમામ રાજ્ય સરકારોને ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમન માટે માસિક ધર્મ દરમિયાન રજા માટેના નિયમો બનાવવાના નિર્દેશોની માગણી કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દો સરકારના નીતિગત ક્ષેત્રમાં આવતો હોવાથી સુપ્રીમ કોર્ટે આ મામલે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.