Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડકપની અમદાવાદમાં યોજાનારી પાંચેય મેચોના દિવસે મેટ્રોની આ વિશેષ સુવિધાનો લાભ મળશે

વર્લ્ડકપ શરૂ થવાને આડે હવે માત્ર એક દિવસ બાકી છે.. .આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ જેટલી મેચો રમાવવાની છે.. જેને લઇને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. અમદાવાદમાં રમાનારી પાંચેય મેચોના...
વર્લ્ડકપની અમદાવાદમાં યોજાનારી પાંચેય મેચોના દિવસે મેટ્રોની આ વિશેષ સુવિધાનો લાભ મળશે

વર્લ્ડકપ શરૂ થવાને આડે હવે માત્ર એક દિવસ બાકી છે.. .આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ જેટલી મેચો રમાવવાની છે.. જેને લઇને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. અમદાવાદમાં રમાનારી પાંચેય મેચોના પાંચેય દિવસે મેટ્રો ટ્રેન રાતના 1 વાગ્યા સુધી દોડાવાશે.

Advertisement

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્ણય 

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1ની નજીક મેટ્રો સ્ટેશન આવેલુ છે.. જેથી મેચ જોવા આવનારા દર્શકોમાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ખુબજ મોટી હશે. જેને ધ્યાનમાં રાખીને આ સ્ટેડિયમમાં રમાનારી પાંચેય મેચોના દિવસે મેટ્રો ટ્રેન રાતે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવામાં આવ્યો છે.

Advertisement

પેપર ટિકિટની સુવિધા

અમદાવાદના માત્ર બે જ મેટ્રો સ્ટેશન એક મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર રાત્રીના 1 વાગ્યા સુધી પ્રવેશ દ્વારા ચાલુ રહેશે. મેચ પુરી થયા બાદ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવશે. આ પેપર ટિકીટીની કિંમત 50 રૂપિયા હશે.. જેના થકી કોઇપણ મેટ્રો સ્ટેશન સુધી જઇ શકાશે.. પેપર ટિકીટ માટે અલગ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવશે.જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10 વાગ્યા પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂ. 50ની ખરીદી કરી જઈ શક્શે. મોટેરા સ્ટેડિયમ સ્ટેશન પર પેપર ટિકિટ માટે અલગથી કાઉન્ટર રાખવામાં આવશે. જેથી ઝડપથી તેઓ પોતાના પેપર ટિકિટ મારફતે ટ્રેનમાં ઝડપી બેસી અને પરત ફરી શકશે.

આ તારીખોએ અમદાવાદમાં યોજાશે મેચ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 4 નવેમ્બર, 10 નવેમ્બર અને 19 નવેમ્બરના રોજ મેચ યોજાવવાની છે

Tags :
Advertisement

.