Tata Motors : કંપની આજે દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક SUV કરશે લોન્ચ
ભારતની પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ (Tata Motors) આજે એટલે કે બુધવારે ટાટા પંચ (Tata Punch) નું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આજે તેની ચોથી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. કંપની દ્વારા રજૂ કરાયેલા અન્ય ઇલેક્ટ્રિક મોડલમાં Tata Nexon.ev, Tata Tigor.ev અને Tata Tiago.ev નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક SUV હશે. ટાટા પંચ (Tata Punch) એક માઇક્રો એસયુવી છે. ભારતીય બજાર (Indian Market) માં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ લોકોમાં લોકપ્રિય થવાની પૂરી આશા છે.
માત્ર 21,000 રુ. ની ટોકન મની આપીને બુક કરી શકો છો
કંપનીએ Tata Punch EV ની બુકિંગ શરૂ કરી દીધી છે. તમે આ ઇલેક્ટ્રિક SUV ને માત્ર 21 હજાર રૂપિયાની ટોકન મની આપીને બુક કરી શકો છો. ભારતમાં આ સૌથી નાની ઇલેક્ટ્રિક SUV ની કિંમત 10 લાખથી 13 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) વચ્ચે હોઈ શકે છે. આ લોન્ચ સાથે, ભારતીય પેસેન્જર કાર સેગમેન્ટમાં કંપનીની EV પ્રોડક્ટ લાઇનઅપ 4 EV બની જશે. ટાટાની આ ઇલેક્ટ્રિક SUV માં ઘણા નવા ફીચર્સ હશે. હાલમાં તેની ડિલિવરી સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. જો તમે આ ઈલેક્ટ્રિક SUV બુક કરાવી છે તો તેની ડિલિવરી જાન્યુઆરીના અંત સુધીમાં જ ઉપલબ્ધ થશે. જણાવી દઈએ કે કંપનીએ તેનું બુકિંગ પહેલાથી જ શરૂ કરી દીધું હતું.
TATA Punch EV Price 💰 and features.#Tata #TataMotors #TataPunchEV pic.twitter.com/8tDDMXY8n5
— Abhishek Yadav (@yabhishekhd) January 17, 2024
Tata Punch EV માં મળશે આ ફીચર્સ
Tata Motors ની પંચ ભારતની સૌથી નાની ઇલેક્ટ્રિક SUV હશે. તદ્દન નવા Acti.ev પ્લેટફોર્મ સાથે લોન્ચ થનારી તે પ્રથમ કાર હશે. આ SUV Tigor EV અને Nexon EV વચ્ચેનું અંતર પુરું કરશે. તેમાં LED DRL સાથે નવા LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ મળશે. કારમાં LED ટેલ લેમ્પ્સ અને 16 ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ મળશે. ઈલેક્ટ્રિક એસયુવીને હરમન તરફથી 10.25-ઇંચ એચડી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ કોકપિટ, આર્કેડ.ઇવી એપ સ્યૂટ, 360-ડિગ્રી કેમેરા સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર, છ એરબેગ્સ અને ક્રૂઝ જેવા ઘણા શાનદાર ફીચર્સ મળશે.
Lights, camera, REEL 🔥#TataMotors #TataPunch #SUV @TataMotors pic.twitter.com/oD9T359WMu
— Tata Punch Club India (@TataPunchClub) September 13, 2021
ટાટાનો દાવો છે કે આ કાર ફૂલ ચાર્જ થવા પર 300 થી 400 કિલોમીટર ચાલશે. આ SUV ને બે રેન્જમાં રજૂ કરવામાં આવી છે, સ્ટાન્ડર્ડ અને લોંગ રેન્જ. 25kWh બેટરી પેક પ્રમાણભૂત શ્રેણીમાં આવી શકે છે. વળી, 35kWh બેટરી પેક લાંબી રેન્જમાં આવવાની સંભાવના છે. સ્ટાન્ડર્ડ પંચ EV 5 ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે - સ્માર્ટ, સ્માર્ટ+, એડવેન્ચર, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ પ્લસ. વળી, ત્રણ ટ્રીમ લોંગ રેન્જમાં ઉપલબ્ધ છે - એડવેન્ચર, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ પ્લસ. તેમાં સનરૂફ અને નોન-સનરૂફ વેરિઅન્ટ્સ હોવાની પણ અપેક્ષા છે. તમે 3.3kW વોલબોક્સ ચાર્જર અથવા 7.2kW ફાસ્ટ હોમ ચાર્જરનો વિકલ્પ પણ પસંદ કરી શકશો. ઇલેક્ટ્રિક એસયુવી ડીસી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.
Tata ની આ SUV માં ખાસ સુરક્ષા પણ મળશે
સુરક્ષા માટે, તેમાં ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ડિસ્પ્લે અને ક્રુઝ કંટ્રોલ સાથે જ્વેલેડ ગિયર સિલેક્ટર છે. સુરક્ષા માટે, 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને EBD સાથે ABS પણ ઉપલબ્ધ હશે. LED હેડલાઇટ, 6 એરબેગ્સ, ESP અને બેઝ એક્ટિવ ટ્રીમમાં મલ્ટી-મોડ રેજેન સાથે પેડલ શિફ્ટર્સ, એડવેન્ચર ટ્રીમ જેવી ઘણી સુવિધાઓ LR મોડલમાં વિકલ્પો તરીકે ઉપલબ્ધ છે. આ સિવાય કોર્નરિંગ ફંક્શન સાથે ફોગ લાઇટ, 7 ઇંચનું હરમન ઇન્ફોટેનમેન્ટ, વાયર્ડ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ઓપ્શન સનરૂફ LR માં સામેલ છે.
આ પણ વાંચો - AN-32 Aircraft Debris: AN-32 Aircraft ને લઈને ભારતે મોટી સિદ્ધી કરી હાંસલ
આ પણ વાંચો - Maruti Suzuki એ મિડલ ક્લાસ ફેમિલીને આપ્યો મોટો ઝટકો, જાણો કંપનીએ શું લીધો નિર્ણય ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ