AIRTEL યુસર્સને હવે NETFLIX મળશે એકદમ ફ્રી, જાણો કેવી રીતે
અત્યારે જમાનો OTT નો છે. લોકો નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ ઉપર માણતા હોય છે. પરંતુ OTT પ્લેટફોર્મની પ્રાઇસના કારણે ઘણા લોકો તેનું SUBSCRIPTION લઈ શકતા નથી. ત્યારે હવે AIRTEL ના યુસર્સ માટે એક નવી ઓફર સામે આવી રહી છે. AIRTEL હવે NETFLIX ની નવી ઓફર લઈને આવ્યું છે. તમે AIRTEL ના રિચાર્જ પ્લાન સાથે પણ વધારાની ચૂકવણી કર્યા વિના મફત Netflix નો આનંદ માણી શકો છો. ભારતી એરટેલ તેના પ્રીપેડ મોબાઇલ વપરાશકર્તાઓ માટે એક મનોરંજન યોજના ઓફર કરી રહી છે જેમાં મફત નેટફ્લિક્સ બેઝિક પ્લાન, અમર્યાદિત 5G ડેટા અને અન્ય ઘણા લાભો શામેલ છે. ચાલો જાણીએ આ ઓફર વિશે....
NETFLIX સાથે મેળવો 5G ડેટા અને ફ્રી કોલ્સ
AIRTEL તેના યુસર્સ માટે એક નવો આકર્ષક પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ 100 SMS ઑફર કરે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનની કિમત 1499 રૂપિયા છે. રસપ્રદ વાત એ છે કે, આ પ્લાનમાં તમે નેટફ્લિક્સ સ્પેશિયલ સિરીઝ ટીવી શો અને મૂવીઝનો આનંદ માણી શકો છો. વપરાશકર્તાઓ 5G-સક્ષમ વિસ્તારોમાં અમર્યાદિત 5G ડેટાનો આનંદ લઈ શકે છે. પ્લાનમાં અન્ય લાભો પણ ઉપલબ્ધ છે જેમ કે Apollo 24|7 સર્કલ મેમ્બરશિપ, ફ્રી હેલો ટ્યુન અને વિંક મ્યુઝિકની ઍક્સેસ.
AIRTEL સાથે માણો NETFLIX ની મજા
અહી નોંધનીય છે કે, NETFLIX તેનો મૂળભૂત પ્લાન નવા વપરાશકર્તાઓને ઓફર કરતું નથી. તે માટે વપરાશકર્તા AIRTEL ની ઓફર લઈને NETFLIX નો આનંદ માણી શકે છે. જો કે, આ પ્લાનમાં તમે એક સમયે માત્ર એક જ સ્ક્રીન પર કન્ટેન્ટનો આનંદ માણી શકશો. જો તમે HD રીઝોલ્યુશનમાં સામગ્રી જોવા માંગતા હોવ તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે.
આ પણ વાંચો : ફોટો કે વીડિયો શેર કરતા પહેલા થઈ જાઓ સાવધાન! Deepfake મામલે આવ્યા આવા કાયદા!