Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું આગામી IPL રમશે ધોની? રિટાયર્મેન્ટને લઇને માહીએ આપી આ પ્રતિક્રિયા

IPL 2023 ની 45મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌને તેની છેલ્લી મેચમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે CSK ને...
શું આગામી ipl રમશે ધોની  રિટાયર્મેન્ટને લઇને માહીએ આપી આ પ્રતિક્રિયા

IPL 2023 ની 45મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌને તેની છેલ્લી મેચમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે CSK ને પંજાબે હાર આપી હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વળી આ દરમિયાન માહીએ IPL માં પોતાના રિટાયર્મેન્ટને લઇને એકવાર ફરી પ્રતિક્રિયા આપી છે.

Advertisement

IPL માંથી સન્યાસને લઇને માહીએ શું કહ્યું?

ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તેમની કપ્તાનીમાં CSK ટીમે ચાર વખત IPL નો ખિતાબ જીત્યો છે. બધા માની રહ્યા છે કે IPL 2023 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. વળી આજની મેચમાં તેણે ટોસ સમયે પોતાની નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કરી એકવાર ફરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. IPL 2023 ની 45મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ દરમિયાન CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસની ચર્ચાઓ વચ્ચે મોટો સંકેત આપ્યો. ધોનીએ ઈશારામાં કહ્યું કે આ સિઝન તેની છેલ્લી નહીં હોય, તે આગળ પણ રમી શકે છે. એમએસ ધોનીએ ટોસ જીતીને કહ્યું કે, 'અમે પહેલા બોલિંગ કરીશું'. વિકેટ કવર નીચે હતું અને તે થોડી કડક દેખાઇ રહી હતી, તેથી અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. ધોનીએ દીપક ચહરની વાપસી અંગે પણ માહિતી આપી હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે ફેન્સ દ્વારા આપવામાં આવી રહેલી 'ફેરવેલ'નો આનંદ માણી રહ્યા છો? આના પર ધોનીએ હસીને કહ્યું કે 'તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી IPL છે, મે નહીં.'

Advertisement

LSG અને CSK નો જાણો કેવો છે હેડ ટુ હેડ રેકોર્ડ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો હેડ ટુ હેડ રેકોર્ડ સમાન છે. આ બંને ટીમો અત્યાર સુધીમાં બે વખત એકબીજાની સામે આવી ચુકી છે જેમાંથી બંનેએ 1-1 વખત મેચ જીતી છે. આ ટીમો છેલ્લી વખત IPL 2023માં એકબીજાનો સામનો કર્યો હતો, જ્યાં CSK એ લખનૌને 12 રને હરાવ્યું હતું. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો લખનૌ 10 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. બીજી તરફ, CSKની ટીમ સમાન પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. જો આજની મેચની વાત કરીએ તો ચેન્નઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. CSK ના બોલરોએ પ્રથમ 6 ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. લખનૌએ 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. હાલ ક્રીઝ પર માર્કસ સ્ટોઈનિસ અને કરણ શર્મા રમી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ કોહલીની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.