Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ZIMBABWE બાદ શું હશે ટીમ INDIA નો કાર્યક્રમ, હવે ક્યારે દેખાશે હવે વિરાટ - રોહિત ટીમમાં?

INDIA ની ટીમ WEST INDIES માં T20 વિશ્વકપ જીત્યા બાદ હાલ ZIMBABWE ના પ્રવાસે છે. આ પ્રવાસમાં ઉલ્લેખનીય છે કે, ભારતની યુવા ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભારતના મોટા ખેલાડીઓ આરામમાં છે અને ટીમના સુકાની શુભમન ગિલ છે. આ શ્રેણીમાં...
zimbabwe બાદ શું હશે ટીમ india નો કાર્યક્રમ  હવે ક્યારે દેખાશે હવે વિરાટ   રોહિત ટીમમાં

INDIA ની ટીમ WEST INDIES માં T20 વિશ્વકપ જીત્યા બાદ હાલ ZIMBABWE ના પ્રવાસે છે. આ પ્રવાસમાં ઉલ્લેખનીય છે કે, ભારતની યુવા ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભારતના મોટા ખેલાડીઓ આરામમાં છે અને ટીમના સુકાની શુભમન ગિલ છે. આ શ્રેણીમાં અત્યાર સુધીમાં ભારત અને ઝિમ્બાબ્વેની ટીમે 1-1 મેચ જીતી છે. આ શ્રેણીમાં હજી પણ ત્રણ મેચ બાકી છે. આ ટુર બાદ પણ ભારતની ટીમનો કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ છે. હવે આગળની મેચમાં કોની સામે રમશે અને કોણ હશે ટીમના સુકાની ચાલો તેના વિશે આ અહેવાલમાં જાણીએ

Advertisement

INDIA ની ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે

INDIA ની ટીમના આગામી કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો હાલ ભારત ઝિમ્બાબ્વેના બાદ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વે શ્રેણીની બે મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને સિરીઝ હાલમાં ટાઈ થઈ છે. હજુ ત્રણ મેચ બાકી છે. આ પછી ટીમે આ મહિને બીજી શ્રેણી રમવાની છે. એવું માનવામાં આવે છે કે જે ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી ચૂક્યા છે તેઓ આ શ્રેણીનો ભાગ હશે. ટી20માં ભારતનો કાયમી કેપ્ટન કોણ હશે તે પણ જાણવા મળશે.

પ્રથમ T20 મેચ 27 મી જુલાઈએ રમાશે

જુલાઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝ રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જો કે આ સિરીઝનું સત્તાવાર શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. આ પછી, બીજી મેચ 28 જુલાઈએ રમાશે, ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. સિરીઝમાં માત્ર ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. હાલમાં ઝિમ્બાબ્વે શ્રેણી માટે સુકાનીપદની જવાબદારી શુભમન ગિલ પાસે છે. પરંતુ શક્ય છે કે હાર્દિક પંડ્યા શ્રીલંકા શ્રેણીમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ પણ આ શ્રેણીમાંથી પુનરાગમન કરતા જોવા મળી શકે છે. પહેલા એવા અહેવાલ સામે આવી રહ્યા હતા કે આ શ્રેણીમાં શ્રેયસ ઐય્યર પણ ટીમમાં પાછા આવી શકે છે. જો કે હજી આ વાત પર પ્રશ્નાર્થ છે

Advertisement

આ શ્રેણીમાં વિરાટ અને રોહિત કરશે વાપસી

ભારત જુલાઇ મહિનામાં જે શ્રીલંકાના પ્રવાસમાં જવાની છે તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ODI શ્રેણી પણ રમાવવાની છે. આ શ્રેણીમાં ભારતના પીઢ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં વાપસી કરે તેવી સંભાવનાઓ છે. આ શ્રેણીમાં રોહિત શર્મા ટીમના સુકાની હોઈ શકે છે. આ સીરીઝ એટલા માટે મહત્વની રહેશે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન થવાનું છે, જે ODI ફોર્મેટ પર હશે. ટીમ ઈન્ડિયા અને BCCI આ સિરીઝથી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : શું જય શાહ હવે વિશ્વ ક્રિકેટ ઉપર કરશે રાજ? ICC ના અધ્યક્ષ બનવા તરફ કરી કુચ!

Advertisement

Tags :
Advertisement

.