Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vaibhav Suryavanshi : આ ખેલાડીએ 12 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી તોડ્યો સચિનનો રેકોર્ડ

Vaibhav Suryavanshi : આ સમયે રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે. સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમ હાલમાં બિહાર સામે પટનામાં મેચ રમી રહી છે અને આ મેચમાં બિહારની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બિહારે આ મેચમાં ખૂબ...
vaibhav suryavanshi    આ ખેલાડીએ 12 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી તોડ્યો સચિનનો રેકોર્ડ
Advertisement

Vaibhav Suryavanshi : આ સમયે રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે. સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમ હાલમાં બિહાર સામે પટનામાં મેચ રમી રહી છે અને આ મેચમાં બિહારની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બિહારે આ મેચમાં ખૂબ જ યુવા ખેલાડીને તક આપી છે. ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે કે આ ઉંમરના ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે પરંતુ બિહારે આવું કર્યું છે. બિહાર તરફથી આ મેચમાં વૈભવ સૂર્યવંશી ( Vaibhav Suryavanshi ) એ ડેબ્યૂ કર્યું છે.

 cricketer Vaibhav Suryavanshi  will play Challenger Trophy in ...

PC - FROM INTERNET

Advertisement

બિહાર તરફથી રણજીમાં ડેબ્યૂ

બિહાર તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર વૈભવ ( Vaibhav Suryavanshi ) હાલમાં માત્ર 12 વર્ષ અને 284 દિવસનો છે. તે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કરનારો ત્રીજો સૌથી યુવા ભારતીય ક્રિકેટર છે. તેમના પહેલા, અલીમુદ્દીને 12 વર્ષ 73 દિવસની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને એસકે બોઝે 12 વર્ષ 76 દિવસમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વૈભવ ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિનર ​​છે. વૈભવના પિતા ખેડૂત છે.

Advertisement

તક મળવાની રાહ

જોકે, પ્રથમ દિવસે વૈભવને ન તો બેટિંગ કરવાની તક મળી અને ન તો બોલિંગ કરવાની. બિહારના કેપ્ટન આશુતોષ અમાને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની શુક્રવારની રમતના અંત સુધીમાં મુંબઈએ નવ વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. બિહારના બોલરોએ શાનદાર રમત રમી હતી અને મુંબઈની મજબૂત બેટિંગને મોટો સ્કોર થવા દીધો નહોતો. અમાને આ સમયગાળા દરમિયાન છ બોલરોનો ઉપયોગ કર્યો હતો. વૈભવની બોલિંગ ન આવી.હવે બધાની નજર બીજા દિવસે વૈભવ ( Vaibhav Suryavanshi ) ની બેટિંગ પર રહેશે.

At 12, Bihar's Vaibhav Suryavanshi makes Ranji Trophy debut against Mumbai

PC - FROM INTERNET

નાની ઉંમરની કમાલ

ભારતમાં એવા ઘણા ક્રિકેટરો છે જેમણે નાની ઉંમરમાં ફર્સ્ટ ક્લાસ અને ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે. જેમાં સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને પાર્થિવ પટેલ, પૃથ્વી શૉના નામનો સમાવેશ થાય છે.સચિને 15 વર્ષ અને 230 દિવસમાં રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. વૈભવ તેમને પાછળ છોડી ગયો છે પરંતુ તે અલીમુદ્દીન અને બોસથી પાછળ રહી ગયો છે. આ તમામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ફર્સ્ટ ક્લાસમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. હવે જોવાનું એ રહે છે કે વૈભવ તેની કારકિર્દીને ક્યાં સુધી લઈ જાય છે. વૈભવ ઈન્ડિયા-બી અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સાથે રમી ચૂક્યો છે.

આ પણ વાંચો -  HBD KAPIL DEV : એ ખેલાડી… કે જેને ક્રિકેટની તસ્વીર બદલી નાખી..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×