IND vs AUS : સુર્યાના તોફાનથી યાદ આવી ગયો યુવરાજસિંહ..!
T20 ફોર્મેટ બાદ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ODIમાં પણ બેટ સાથે વિસ્ફોટક ઇનિંગ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાઈ રહેલી શ્રેણીમાં તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સિરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી...
Advertisement
T20 ફોર્મેટ બાદ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ની ODIમાં પણ બેટ સાથે વિસ્ફોટક ઇનિંગ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમાઈ રહેલી શ્રેણીમાં તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સિરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ સૂર્યકુમાર યાદવના બેટમાંથી અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. આ મેચમાં તેણે કેમરૂન ગ્રીનની એક ઓવરમાં ધમાકેદાર સિક્સરો ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવે યુવરાજ સિંહની યાદ અપાવી
જ્યારે પણ સતત સિક્સર મારવાની વાત આવે છે ત્યારે હંમેશા યુવરાજ સિંહનું નામ આવે છે. તેણે 6 બોલમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે. આ વખતે સૂર્યકુમાર યાદવે પણ સતત 4 છગ્ગા ફટકારીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેણે કેમરૂન ગ્રીનની એક જ ઓવરમાં સતત 4 સિક્સર ફટકારી છે. તેણે ભારતની ઇનિંગ્સની 41મી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે આ ઓવરના પહેલા 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
2ND ODI. 43.4: Cameron Green to Suryakumar Yadav 6 runs, India 335/4 https://t.co/OeTiga5wzy #INDvAUS @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 24, 2023
Advertisement
કેમેરોન ગ્રીનને ધોઇ નાંખ્યો
કેમેરોન ગ્રીનની ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવે બેકવર્ડ સ્ક્વેર લેગ પર શાનદાર સિક્સર ફટકારી હતી. ઓવરના બીજા બોલ પર તેણે ફાઈન લેગ પર બીજી શાનદાર સિક્સર ફટકારી. આ પછી તેણે ઓવરના ત્રીજો બોલે પણ સિક્સર મારી હતી. સૂર્યકુમાર યાદવે આ ઓવરનો ચોથો સિક્સ ડીપ મિડવિકેટ પર ફટકાર્યો હતો.
Advertisement