Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JAMES ANDERSON નિવૃત્તિ બાદ પણ રહેશે TEAM ENGLAND સાથે, સંભાળશે આ ખાસ પદ!

JAMES ANDERSON ની ગણતરી વિશ્વના સૌથી ઘાતકી બોલર્સમાં થાય છે. જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા હાલમાં જ કરી છે. ઘોષણા બાદથી જ JAMES ANDERSON ને સૌ ક્રિકેટ ચાહકો ચોક્કસપણે યાદ કરશે ટે બાબત તો નક્કી જ છે. પરંતુ ક્રિકેટ...
james anderson નિવૃત્તિ બાદ પણ રહેશે team england સાથે  સંભાળશે આ ખાસ પદ

JAMES ANDERSON ની ગણતરી વિશ્વના સૌથી ઘાતકી બોલર્સમાં થાય છે. જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા હાલમાં જ કરી છે. ઘોષણા બાદથી જ JAMES ANDERSON ને સૌ ક્રિકેટ ચાહકો ચોક્કસપણે યાદ કરશે ટે બાબત તો નક્કી જ છે. પરંતુ ક્રિકેટ ફેન્સ અને ઇંગ્લૈંડ ક્રિકેટ ટીમ માટે એક ખૂબ જ સારા આને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમ્સ હજી પણ તમને ક્રિકેટના મેદાનમાં એ પણ ઇંગ્લૈંડ ક્રિકેટ ટીમના સાથે જ જોવા મળવાના છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

નિવૃતિ બાદ પણ ENGLAND સાથે જ રહેશે JAMES ANDERSON

ઈંગ્લેન્ડના સૌથી અનુભવી અને ઘાતકી બોલર્સમાંથી એક જેમ્સ એન્ડરસને હમણાં વેસ્ટ ઇન્ડીસ સામે પોતાની અંતિમ મેચ રમી હતી. જેમ્સ એન્ડરસને પોતાની ટેસ્ટ કારકિર્દીનો વિજય સાથે અંત કર્યો છે. જેમ્સ એન્ડરસને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 704 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 188 ટેસ્ટ મેચ રમી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર છે. તેમના કરતાં આગળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત બે જ બોલર છે, જેમાં શેન વોર્ન અને મુરલીધરનનો સમાવેશ થાય છે. જેમ્સ એન્ડરસન હજી પણ ઇંગ્લૈંડ સાથે જોડાયેલા રહેવાના છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થઈ રહી છે. જેમાં તેઓ ટીમ સાથે જ રહેવાના છે. બાબત એમ છે કે તેઓ ટીમ સાથે એક બોલિંગ મેન્ટર તરીકે રહેવાના છે.

Advertisement

શ્રેણીમાં ENGLAND 1-0 થી આગળ

JAMES ANDERSON

JAMES ANDERSON

વેસ્ટ ઇન્ડીસ સામેની આ શ્રેણી વિશે વાત કરવામાં આવે તો શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લૈંડએ વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે આ મેચ ઇનિંગ્સ અને 114 રને જીતી લીધી હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ છે. ઈંગ્લેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પાસે આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવાની તક છે. જો વેસ્ટ ઈન્ડિઝ આ મેચ હારી જશે તો તે આ શ્રેણી ગુમાવશે.

Advertisement

આ પણ વાંચો  : Paris Olympic: મેડલ કેટલી હોય છે કિંમત? આ વસ્તુનો કરાયો ઉપયોગ

Tags :
Advertisement

.