Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 : Playoffs ની રેસમાંથી બહાર થઇ શકે છે CSK, જાણો કેવી રીતે

CSK IPL Playoffs Scenario 2024 : IPL 2024 માં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) કુલ 13 મેચ રમી છે જેમાંથી ટીમ 7 મેચ જીતી ચુકી છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે Playoffs ની રેસમાં ત્રીજા...
ipl 2024   playoffs ની રેસમાંથી બહાર થઇ શકે છે csk  જાણો કેવી રીતે

CSK IPL Playoffs Scenario 2024 : IPL 2024 માં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) કુલ 13 મેચ રમી છે જેમાંથી ટીમ 7 મેચ જીતી ચુકી છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે Playoffs ની રેસમાં ત્રીજા નંબરે જોવા મળી રહી છે. વળી આ વર્ષની સીઝન ધોની (Dhoni) ની અંતિમ સીઝન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે માહીના ફેન્સ IPL 2024 ટાઈટલ ચેન્નઇની ટીમ જીતે તેવી આશા રાખીને બેઠા છે. પરંતુ આ વચ્ચે CSK નો રેકોર્ડ બતાવે છે કે, ટીમ આ વખતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કેવી રીતે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

રેકોર્ડ બતાવે છે CSK પ્લેઓફમાંથી બહાર થઇ શકે છે

IPL 2024 માં 62 મેચ રમાઈ ચુકી છે અને હજું સુધી કોઇ પણ ટીમ ક્વોલિફાઈ થઇ નથી. પોઈન્ટ્સ ટેબલના ટોપ પોઝિશન પર અત્યારે KKR અને RR ની છે જેની ક્વોલિફાઈ થવાની સંભવાનાઓ સૌથી વધારે છે. તે પછી ચેન્નઈની ટીમ અને હૈદરાબાદની ટીમ આવે છે. જે બંનેના પોઈન્ટ્સ સરખા છે. બીજી તરફ હૈદરાબાદની ટીમ 12 મેચ રમી ચુકી છે અને ચેન્નઈની ટીમ 13 મેચ રમી ચુકી છે. હૈદરાબાદ પાસે ગ્રુપ સ્ટેજની બે મેચ બાકી છે જ્યારે ચેન્નઈની ટીમને એક મેચ રમવાની બાકી છે. ત્યારે પોઝિશનમાં ફેરફાર થઇ શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 18 મે ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ રમવાની છે.

Advertisement

આ મેચ બેંગલુરુમાં RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ એકમાત્ર કારણ છે જે CSK ટીમ માટે ખતરો બની શકે છે. જણાવી દઇએ કે, આ સીઝનમાં અત્યાર સુધી ચેન્નઈની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર 13માંથી 7 મેચ રમી છે. તેમાંથી તેણે 5 મેચ જીતી છે. તેમજ બાકીની 6 મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમાઈ છે જેમાંથી તે માત્ર 2 મેચ જીતી શકી છે. હવે ચેન્નઈની ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી અને મહત્વની મેચ વિરોધી ટીમના મેદાન પર રમવાની છે. આવી સ્થિતિમાં ચેન્નઈની ટીમને પોતાનો રેકોર્ડ સુધારવાની જરૂર પડશે, નહીં તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.

IPL 2024 માં ચેન્નઈ ટીમના પરિણામો

ઘરઆંગણે રમાતી મેચો: 7
જીત્યું: 5, હાર્યું: 2

Advertisement

વિરોધી ટીમના ઘરે રમાયેલી મેચોઃ 6

જીત્યું: 2, હાર્યું: 4

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ:

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, મોઈન અલી, દીપક ચહર, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રાજવર્ધન હંગેરકર, રવીન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, પ્રશાંત સિંધુ, એન. સોલંકી, મહિષ તિક્ષિના, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહેમાન અને અવનીશ રાવ અરવલી.

આ પણ વાંચો - CSK ના ફેન્સને MS DHONI એ ચેપોક સ્ટેડિયમમાં આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - RCB VS DC : RCB ની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ યથાવત, દિલ્હી સામે મળી BOLD VICTORY

Tags :
Advertisement

.