Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2023 : જોસ બટલર અને સંજુ સેમસને હૈદરાબાદના બોલરોને ખૂબ ધોયા, 215 રનનો આપ્યો લક્ષ્ય

IPL 2023ની 52 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. જ્યા ટોસ જીતીને રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગના દમ પર રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં...
ipl 2023   જોસ બટલર અને સંજુ સેમસને હૈદરાબાદના બોલરોને ખૂબ ધોયા  215 રનનો આપ્યો લક્ષ્ય
Advertisement

IPL 2023ની 52 મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. જ્યા ટોસ જીતીને રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગના દમ પર રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 200 નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. રાજસ્થાને 20 ઓવરમાં 214 રન બનાવી હૈદરાબાદને 215 રનનો લક્ષ્ય આપ્યો છે. રાજસ્થાનના બે બેટ્સમેન સંજુ સેમસન અને જોસ બટલરે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.

Advertisement

યશસ્વી જયસ્વાલે ફરીથી શાનદાર બેટિંગ કરી

Advertisement

રાજસ્થાનની ટીમે આજે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે તેમના લાભકારી સાબિત થયો હતો. ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પ્રથમ બેટિંગ કરી જ્યા રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 54 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. જણાવી દઇએ કે, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલે ફરીથી શાનદાર બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆત સ્ટાઇલમાં કરી હતી. ભુવનેશ્વર કુમારની પહેલી જ ઓવરમાં જયસ્વાલે કેટલાક આકર્ષક શોટ લગાવ્યા હતા. જોકે, તે પોતાની ઇનિંગને લાંબી કરી ન શક્યો અને માત્ર 35 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. આ 35 રન બનાવવા માટે તેણે માત્ર 18 બોલનો સામનો કર્યો હતો. તેણે તેની આ નાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

બટલર અને સેમસને શાનદાર ઇનિંગ રમી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાને સારી શરૂઆત કરી હતી. રાજસ્થાને 20 ઓવરમાં બે વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ લાંબી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. તેણે માત્ર 18 બોલમાં 194.44ની સ્ટ્રાઇક સાથે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે માર્કો જોહ્ન્સનની બોલિંગમાં ટી. નટરાજનના હાથે કેચ આઉટ થયો હતો. જોશ બટલરે શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે સદી ચૂકી ગયો હતો. તેણે 59 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. તેને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. ટીમના કેપ્ટન સંજુ સેમસને અડધી સદીની ઇનિંગ રમી હતી. તે 38 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. શિમરોન હેટમાયર 5 બોલમાં 7 રન બનાવીને અણનમ રહ્યો હતો. હૈદરાબાદના ભુવનેશ્વર કુમાર અને માર્કો જેનસેને એક-એક વિકેટ લીધી હતી.

યશસ્વી જયસ્વાલે IPLમાં 1000 રન પૂરા કર્યા

હૈદરાબાદ સામેની મેચમાં યશસ્વી જયસ્વાલ 18 બોલમાં 35 રનની ઇનિંગ રમીને માર્કો જેન્સનનો શિકાર બન્યો હતો. તેની ઇનિંગમાં તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં તેણે IPLમાં 1000 રન પૂરા કર્યા. યશસ્વી જયસ્વાલે 21 વર્ષમાં 130 દિવસમાં પોતાના એક હજાર રન પૂરા કર્યા છે. તે IPLમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બીજા બેટ્સમેન છે. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીનો રેકોર્ડ રિષભ પંતના નામે છે. રિષભ પંતે 20 વર્ષ 218 દિવસની ઉંમરે એક હજાર રન બનાવ્યા. આ યાદીમાં દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન પૃથ્વી શો ત્રીજા નંબર પર છે. યશસ્વી જયસ્વાલે પૃથ્વી શૉને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો - IPL 2023 : હાઈ સ્કોરિંગ મેચમાં ગુજરાતે મેળવી 56 રને જીત, પોઈન્ટ્સ ટેબલ પર કોઇ ફેરફાર નહીં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×