Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં પ્રદર્શનકારીને ખેલાડીએ ઉચો કરી મેદાનની બહાર કાઢ્યો, Video

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણી (Ashes Series) ની બીજી ટેસ્ટ મેચ બુધવારથી શરૂ થઈ ગઈ છે. આ મેચ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 2 વિકેટે રોમાંચક રીતે જીતી...
ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ મેચમાં પ્રદર્શનકારીને ખેલાડીએ ઉચો કરી મેદાનની બહાર કાઢ્યો  video

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણી (Ashes Series) ની બીજી ટેસ્ટ મેચ બુધવારથી શરૂ થઈ ગઈ છે. આ મેચ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 2 વિકેટે રોમાંચક રીતે જીતી હતી, હવે ઈંગ્લેન્ડે શ્રેણી બરોબરી કરવા માટે આ મેચ જીતવી પડશે. ચાલું મેચની વાત કરીએ તો તેના પહેલા જ દિવસે (28 જૂન) મેદાન પર ભારે હોબાળો થયો હતો. મેચ શરૂ થયાના થોડા સમય બાદ અચાનક એક દર્શક સીધો મેદાનમાં ઘુસી ગયો અને પિચને બગાડવાનો પ્રયાસ કર્યો. પછી જે થયું તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

ઈંગ્લેન્ડના લોર્ડસ મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચમાં થયું રમુજી કૃત્ય

એશિઝ શ્રેણી 2023 (Ashes Series 2023) અંતર્ગત બીજી મેચની શરૂઆત અલગ રીતે થઈ છે. ઈંગ્લેન્ડના લોર્ડસ મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે રમાઇ રહેલી મેચમાં અચાનક આંદોલન કરનાર યુવાન ઘુસી ગયા હતા. આ પછી અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ઈંગ્લિશ વિકેટકીપર જોની બેયરસ્ટો (Johnny Bairstow) એ એવું કામ કર્યું કે તે જોયા બાદ બધા દંગ રહી ગયા હતા. જણાવી દઇએ કે, બુધવારે મેચ શરૂ થતાની સાથે જ અચાનક કંઈક એવું થયું કે આખું સ્ટેડિયમ ચોંકી ગયું. જે લોકો ટીવી પર મેચ જોઈ રહ્યા હતા, તેમને બિલકુલ સમજાયું નહીં કે શું થયું. તમામ સુરક્ષાની વચ્ચે બે દર્શકો મેદાનમાં પ્રવેશ્યા હતા, જેના કારણે મેચને થોડીવાર રોકવી પડી, ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ હતી. સ્પીડ અને ગેસને લઈને ઈંગ્લેન્ડમાં બનેલી નીતિનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પણ મેદાનમાં પહોંચી ગયા હતા અને પિચને બગાડવાનું શરૂ કર્યું હતું. આ પછી તેને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો અને પીચ સાફ કરવામાં આવી હતી અને રમત ફરી શરૂ થઈ હતી. 5 મિનિટ કે તેથી વધુ સમય માટે રમવાનું બંધ થયું હતું.

Advertisement

જાણો શું છે સમગ્ર ઘટના

Advertisement

જણાવી દઇએ કે, 'Just Stop Oil' નામના વિરોધ જૂથના બે વિરોધીઓ સ્ટુઅર્ટ બ્રોડની ઓવર પહેલા સ્ટેન્ડથી પીચ તરફ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં કેસરી રંગનો પાવડર હતો. મેદાન પરના સુરક્ષા કર્મચારીઓ તેમને રોકવા માટે લાંબા અંતરે દોડ્યા હતા, પરંતુ તેઓ વિરોધીઓ સુધી પહોંચે તે પહેલા ઈંગ્લેન્ડના ડેશિંગ વિકેટ-કીપર બેટ્સમેન જોની બેરસ્ટોએ એક વિરોધીને પકડી લીધો હતો. એટલું જ નહીં, બેયરસ્ટો તેને ખભા પર ઉઠાવીને બાઉન્ડ્રી લાઈન સુધી છોડવા પણ ગયો હતો. વળી, અન્ય પ્રદર્શનકારીને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો.

'Just Stop Oil' ગ્રુપ શું છે?

જણાવી દઇએ કે, મેદાનમાં ઘુસી આવેલા પ્રદર્શનકારીએ 'Just Stop Oil' હેઠળ વિરોધ કરવા માટે આવું કર્યું છે. આ દિવસોમાં લંડનમાં 'Just Stop Oil' પ્રદર્શનો થઈ રહ્યા છે. 'Just Stop Oil' એ UK માં પર્યાવરણીય કાર્યકર્તા જૂથ છે. તેનો ધ્યેય બ્રિટિશ સરકારને નવા ઓઈલ લાઇસન્સ જારી કરવાથી રોકવાનો છે. આ જૂથની સ્થાપના ફેબ્રુઆરી 2022 માં કરવામાં આવી હતી અને એપ્રિલ 2022 માં અંગ્રેજી ઓઇલ ટર્મિનલ્સ પર વિરોધ શરૂ કર્યો હતો. તેઓ જે રીતે વિરોધ કરે છે તેના માટે જૂથની ટીકા કરવામાં આવી છે. જણાવી દઇએ કે, UK સરકારે 2025 સુધીમાં દેશમાં 100 થી વધુ નવા તેલ અને ગેસ પ્રોજેક્ટ્સ માટે લાઇસન્સ આપવાનું આયોજન કર્યું છે. 'Just Stop Oil' માને છે કે UK સરકારની આ યોજનાઓ પર્યાવરણ માટે હાનિકારક છે, જેના પરિણામો માનવજાતે પેઢીઓ સુધી ભોગવવા પડશે.

આ પણ વાંચો - નામ જ કાફી છે… માત્ર 3 મીનિટમાં 30 લાખ લોકોએ DHONI ને કર્યો FOLLOW

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.