Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

ICC World Cup 2023 ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ક્રિકેટ ફેન્સ ખાસ ભારત અને પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારતમાં આ મેગા ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી થશે. ટીમ ઈન્ડિયા પોતાની ટૂર્નામેન્ટની શરૂઆત 8 ઓક્ટોબરે...
ભારત પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ  અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

ICC World Cup 2023 ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ક્રિકેટ ફેન્સ ખાસ ભારત અને પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારતમાં આ મેગા ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી થશે. ટીમ ઈન્ડિયા પોતાની ટૂર્નામેન્ટની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમીને કરશે. જો કે, તમામની નજર 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-પાકિસ્તાન (INDIA vs PAKISTAN) મેચ પર રહેશે. અમદાવાદમાં યોજાનારી આ શાનદાર મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની તમામ હોટલોમાં ચાહકો પહેલેથી જ રૂમ બુક કરાવી રહ્યા છે. દરમિયાન અમદાવાદની હોટલોને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.

Advertisement

લાખોમાં પહોંચ્યું અમદાવાદની હોટલોના રૂમનું ભાડું

ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદમાં હોટલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદની જે હોટલનું એક રાતનું ભાડું 4000 રૂપિયા છે, હવે તેનું ભાડું 60,000 થઈ ગયું છે. આ જ સ્ટાર હોટલ 2 રાત માટે 3,50,000 થી વધુ ચાર્જ લેશે. સામાન્ય રીતે કહીએ તો અમદાવાદમાં હોટલોના ભાવ લગભગ 15 ગણા વધી ગયા છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચને લઇને ભારતીય ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અને આ જ કારણ છે કે 15 ગણા ભાવ વધ્યા હોવા છતા ક્રિકેટ ફેન્સ તે બુક કરાવી રહ્યા છે. જોકે, મેચોના શિડ્યુલમાં ફેરફારને કારણે તેને આયોજન કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો ક્રિકેટ ચાહકોના દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જોકે, ઘણા એવા લોકો પણ છે કે, જે આટલું ભાડું આપી શકે તેમ નથી તેમના માટે આ એક ખરાબ સમાચાર છે.

Advertisement

હોટલના રૂમ ન મળતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

અમદાવાદની હોટલો બુક થવા લાગી છે અને જ્યા રૂમ મળે તેમ છે ત્યા ભાડું આસમાને પહોંચી ગયું છે જેના કારણે ભારતીય ચાહકો ખૂબ નારાજ છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે કેટલાક ચાહકોએ તો હોસ્પિટલના બેડ પણ બુક કરાવ્યા છે. જીહા, એક ડોક્ટરનું કહેવું છે કે, લોકો રૂમના પૈસા બચાવવા માટે હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે રાતોરાત રૂમ બુક કરાવી રહ્યા છે. આવા અહેવાલો જોઈને કહી શકાય કે ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ લોકોના માથે ચડી રહ્યો છે. સમાચાર મુજબ, ડૉક્ટરે કહ્યું, "મારા યુએસએના એક મિત્રએ મને હોસ્પિટલમાં રહેવા માટે પૂછ્યું હતું. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માંગે છે. તે હોસ્પિટલમાં મેડિકલ સુવિધા પણ લેવા માંગે છે.

Advertisement

ફ્લાઈટના ભાડામાં પણ 5 ગણો વધારો 

હોટલ સિવાય ફ્લાઈટની વાત કરીએ તો એ દિવસોમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. 13થી 15 ઓક્ટોબર દરમિયાન મુંબઈ અને દિલ્હીથી અમદાવાદ આવતી મોટાભાગની ફ્લાઈટ્સમાં ભાવ 10 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયા છે. આ ભાવમાં હજુ વધારો થવાની ધારણા છે. સામાન્ય દિવસોમાં આ ભાડું 2.5 થી 5 હજાર સુધી હોય છે. આ સ્થિતિ છે જ્યારે મેચની ટિકિટનું વેચાણ પણ શરૂ થયું નથી.

ભારતીય મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે

ભારતીય ટીમની મેચો અને વોર્મ-અપ મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. જ્યારે સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ 15 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. ટિકિટ બુક કરાવ્યા બાદ ચાહકોએ હાર્ડ કોપી દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. આ માટે વર્લ્ડ કપની મેચોની યજમાની કરતા શહેરોમાં ટિકિટ કલેક્શન કાઉન્ટર બનાવવામાં આવશે.

ભારત-પાકિસ્તાન મેચ ઉપરાંત 4 વધુ મેચનું આયોજન

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવવાની મેચ ઉપરાંત 4 વધુ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, IND vs PAK મેચ અંગે ચાહકોને મહત્તમ રસ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર પ્રશંસકો એકસાથે બેસીને મેચની મજા માણી શકશે. પરંતુ, શહેરમાં આટલા લોકો માટે હોટલોની અચાનક માંગને કારણે રૂમના ભાવમાં ઉછાળો આવ્યો છે. હોટલોમાં એક રાત્રિ રોકાણ માટે એક લાખ રૂપિયા સુધી લેવામાં આવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બંને દેશોના દિગ્ગજ ક્રિકેટરો પણ મેચને લઇ ઉત્સાહિત

જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ચાહકોમાં હંમેશાથી ઘણો ક્રેઝ જોવા મળે છે. આ સિવાય બંને દેશોના દિગ્ગજ ક્રિકેટરો પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે. 2011માં વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં બંને દેશોના વડાપ્રધાન હાજર રહ્યા હતા. આ મેચ જોવા માટે ભારતના રાજકીય દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. ભારતે આ મેચ 29 રને જીતી લીધી હતી. આ પછી, 2016 માં, જ્યારે T20 વર્લ્ડ કપ મેચમાં બંને ટીમો કોલકાતામાં આમને-સામને હતી, ત્યારે તે મેચ પણ શાનદાર હતી. તે મેચ પણ ભારતે જીતી હતી. હવે આ વખતે શું થાય છે તે જોવાનું રહેશે. જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમને હાલમાં જ ગૃહ મંત્રાલય તરફથી વર્લ્ડ કપ માટે ભારત આવવાની લીલી ઝંડી મળી ગઈ છે.

આ પણ વાંચો - શું તમારે ICC ODI WORLD CUP ની ટિકિટ લેવાની છે ? તો NEWS જરૂર વાંચો

આ પણ વાંચો – વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આ ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.