Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC T20 Rankings : બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને રેટિંગમાં નુકસાન, આ ભારતીય ખેલાડી છે નંબર વન...

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઘણી ટીમો હાલમાં T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેણે ત્રણ મેચની શ્રેણી પર કબજો કર્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ શ્રેણીમાં ઘણું...
icc t20 rankings   બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને રેટિંગમાં નુકસાન  આ ભારતીય ખેલાડી છે નંબર વન

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઘણી ટીમો હાલમાં T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. પાકિસ્તાનની ટીમ આયર્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેણે ત્રણ મેચની શ્રેણી પર કબજો કર્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ શ્રેણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આ પછી પણ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગ (ICC T20 Rankings)માં તેમના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. અને બાબર આઝમ અને રિઝવાનને ફટકો પડ્યો છે.

Advertisement

ICC T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન...

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી T20 રેન્કિંગ (ICC T20 Rankings) વિશે વાત કરીએ તો, ભારતના સૂર્યકુમાર યાદવ હજુ પણ નંબર વનનું સ્થાન ધરાવે છે. હાલમાં તેનું રેટિંગ 861 છે. જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટ 802 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ બંને ખેલાડીઓ હાલમાં IPL માં પોતપોતાની ટીમો માટે રમી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.

INDvsWI

Advertisement

બાબર અને રિઝવાનને રેટિંગમાં મામૂલી નુકસાન થયું...

દરમિયાન, જો બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વિશે વાત કરીએ તો, તેમની રેન્કિંગ (ICC T20 Rankings) પહેલા જેવી જ છે, પરંતુ રેટિંગ બદલાઈ ગયું છે. પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન હાલમાં ICC T20 રેન્કિંગ (ICC T20 Rankings)માં 781 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. પરંતુ ગયા સપ્તાહના રેન્કિંગ (ICC T20 Rankings)માં તેનું રેટિંગ 784 હતું. જો બાબર આઝમની વાત કરીએ તો તેનું રેન્કિંગ (ICC T20 Rankings) ચાર છે અને તેનું રેટિંગ હાલમાં 761 છે, પરંતુ તે પહેલા તેનું રેટિંગ 763 હતું. તેનો અર્થ એ છે કે તેમના રેટિંગમાં ઘટાડો થયો છે.

જયસ્વાલ પણ ટોપ 10 માં યથાવત...

સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ હજુ પણ 755 રેટિંગ સાથે ટોપ 5 માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. બીજી તરફ ભારતનો યશસ્વી જયસ્વાલ 714 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. ટોપ 10 માં ભારતના માત્ર બે બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવ પ્રથમ અને યશસ્વી જયસ્વાલ 6 રન પર છે. મોટા ભાગના બેટ્સમેનો હાલમાં IPL માં વ્યસ્ત હોવાથી ટોપ 10 માં વધારે ફેરફાર થયો નથી.

Advertisement

આ પણ વાંચો : T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયા આ મહત્વપૂર્ણ મેચ રમશે, જાણો કયા રમાશે

આ પણ વાંચો : BCCI : Indian Team Head Coach બનવા કોણ કરી શકે છે અરજી, જાણો કેટલો મળશે પગાર

આ પણ વાંચો : Cricket : ક્રિકેટના ઇતિહાસમા પહેલી વખત આ ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

Tags :
Advertisement

.