Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતીય ખેલાડીની કરી બરાબરી

મહિલાઓની એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રને હરાવી સીરિઝ જીતી લીધી હતી. આ જીતની હીરો એશ્લે ગાર્ડનર રહી હતી, જેણે બીજી ઇનિંગમાં વિરોધી ટીમની આઠ વિકેટ ઝડપી ટીમને મોટી જીત અપાવી હતી. આ જીત સાથે જ તેણે એક મોટો રેકોર્ડ...
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ  ભારતીય ખેલાડીની કરી બરાબરી

મહિલાઓની એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રને હરાવી સીરિઝ જીતી લીધી હતી. આ જીતની હીરો એશ્લે ગાર્ડનર રહી હતી, જેણે બીજી ઇનિંગમાં વિરોધી ટીમની આઠ વિકેટ ઝડપી ટીમને મોટી જીત અપાવી હતી. આ જીત સાથે જ તેણે એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યા હતા.

Advertisement

ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ
એશ્લે ગાર્ડનરે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં 8 વિકેટ ઝડપી હતી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ હતી. એશ્લે ગાર્ડનરે ભારતની નીતુ ડેવિડની બરાબરી કરી હતી. ભારતની નીતુ ડેવિડે વર્ષ 1995માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઇનિંગમાં 8 વિકેટ ઝડપી હતી.

Advertisement

બંને ઇનિંગમાં મળીને કુલ 12 વિકેટ ઝડપી
એશ્લે ગાર્ડનરે એકમાત્ર એશિઝ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયન ટીમને મોટી જીત અપાવી હતી. ગાર્ડનરે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં ચાર ખેલાડીઓને આઉટ કરી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે દસમાંથી આઠ વિકેટ પોતાને નામ કરી હતી. આમ એક ટેસ્ટ મેચમાં એશ્લે ગાર્ડનરે કુલ 12 વિકેટ ઝડપી હતી.

Advertisement

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બીજું શ્રેષ્ઠ પ્રદર્શન
એશ્લે ગાર્ડનરે બંને ઇનિંગમાં મળી કુલ 12 વિકેટ ઝડપી વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. ગાર્ડનરનું આ પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ મહિલા ખેલાડીનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા પાકિસ્તાનની સાજિયા ખાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં 13 વિકેટ ઝડપી હતી, જે ટેસ્ટમાં મહિલા બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રનથી હરાવ્યું
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલ એકમાત્ર એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ એશ્લે ગાર્ડનરની ધારદાર બોલિંગના સહારે ઈંગ્લેન્ડને 89 રને હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી. એશ્લે ગાર્ડનરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

આપણ  વાંચો  -શ્રીલંકાના આ ખેલાડીએ ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, મુરલીધરન પણ ન કરી શક્યો આ કારનામો

Tags :
Advertisement

.