Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games 2023 : ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને આ ત્રણ રમતમાં હરાવી મેળવી શાનદાર જીત

Asian Games માં ભારતના ખેલાડીઓનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ખાસ કરીને 30મી સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે રમતગમતની દ્રષ્ટિએ ઐતિહાસિક સાબિત થયો. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને માત્ર એક-બે નહીં પરંતુ ત્રણ મેચમાં હરાવ્યું હતું. જણાવી દઇએ કે, આજે ભારત...
asian games 2023   ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને આ ત્રણ રમતમાં હરાવી મેળવી શાનદાર જીત

Asian Games માં ભારતના ખેલાડીઓનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ખાસ કરીને 30મી સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે રમતગમતની દ્રષ્ટિએ ઐતિહાસિક સાબિત થયો. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને માત્ર એક-બે નહીં પરંતુ ત્રણ મેચમાં હરાવ્યું હતું. જણાવી દઇએ કે, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 10-2થી જીતી હતી.

Advertisement

હોકીમાં ભારતે પાકિસ્તાનને આપી માત

આ મેચ આજે 30મી સપ્ટેમ્બરના રોજ શનિવારે હાંગ્ઝોના ગોંગશુ નહર સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. સુપરસ્ટાર હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ પહેલા ભારતે જાપાનને હરાવ્યું હતું, ત્યારબાદ ટીમ પૂલ A સ્ટેન્ડિંગમાં પાકિસ્તાનને પાછળ છોડવામાં સફળ રહી છે. આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પાકિસ્તાન સામે સૌથી વધુ ગોલ કર્યા છે. તેણે આ મેચમાં કુલ 4 ગોલ કર્યા છે. જણાવી દઇએ કે, હરમનપ્રીતે 11મી, 17મી, 33મી અને 34મી મિનિટે ગોલ કર્યા હતા. જ્યારે વરુણ કુમારે બે ગોલ (41મી અને 54મી) કર્યા. મનદીપ સિંઘ (8મી), સુમિત (30મી), શમશેર સિંહ (46મી) અને તેની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા લલિત કુમાર ઉપાધ્યાય (49મી) ગોલ કરનારા અન્ય ખેલાડીઓ હતા.

Advertisement

ભારતની ઐતિહાસિક જીત

Advertisement

જણાવી દઈએ કે, પાકિસ્તાન સામે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2017માં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું હતું. પરંતુ શનિવારે ભારતે પાકિસ્તાનને 10-2થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારતના આ વિજય બાદ ચાહકોમાં ખુશીની લહેર છે. પાકિસ્તાન આ મેચમાં શરૂઆતથી જ થોડી પ્રતિસ્પર્ધા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીમાં ભારતે એક પછી એક કુલ 10 ગોલ કર્યા અને પાકિસ્તાનને હરાવ્યું હતું.

Squash માં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું

આ પહેલા ભારતીય પુરૂષ ટીમે Squash માં ફાઇનલમાં પડોશી દેશ પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. જેમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય Squash ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કર્યું, "અમારી પ્રતિભાશાળી સ્ક્વોશ મેન્સ ટીમને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ ઘરે લાવવા બદલ અભિનંદન." આ પ્રયાસ ઘણા યુવા ખેલાડીઓને રમતમાં આગળ વધવા અને તેમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે.

Football માં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયન ગેમ્સમાં સિનિયર ટીમોની સફળતા બાદ જુનિયર ટીમે ફૂટબોલમાં પોતાની તાકાત બતાવી અને SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ રીતે ભારતે પાકિસ્તાનને હરાવી U19 SAFF ચેમ્પિયનશિપ 2023નું ટાઇટલ જીત્યું.

મેંગલેન્થાંગ કિપગેનની શાનદાર રમતના કારણે ભારતે શનિવારે SAFF અંડર-19 ફૂટબોલની ફાઇનલમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. નેપાળ સામે સેમિફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર કિપગેન ફરી એકવાર હીરો બનીને ઉભરી આવ્યો હતો. મેંગલેન્થાંગ કિપગેને 64મી અને 85મી મિનિટમાં ગોલ કર્યા બાદ છેલ્લી ક્ષણો (90+5 મિનિટ)માં ગ્વાગવાંસર ગોયારય માટે તક સર્જાઈ હતી. SAFF ચેમ્પિયનશિપમાં ભારતનું આ આઠમું યુવા ખિતાબ છે.

આ પણ વાંચો - Asian Games 2023 : સ્ક્વોશમાં ભારતે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો - ટેનિસની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેની જોડીએ રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.